બોટાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરીવારનું હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. જિલ્લાના તમામ પોલીસઅધિકારીઓ અને કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું.

બોટાદ

બોટાદ જીલ્લા એકસીસ બેન્કના સહયોગથી બોટાદ પોલીસ પરિવારના તમાંમ પોલીસ જવાનોનું હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન થયું હતું. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સહિતને આ હેલ્થ ચેકઅપમાં આરોગ્ય લક્ષી ચકાસણી કરાવવા માટે સૂચના આપવામાં આવી ત્યારે ખસ રોડ પર આવેલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ આવી આરોગ્ય લક્ષી તપાસ કરાવી હતી.

આજે બોટાદના ખસ રોડપર આવેલ જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે પોલીસ પરીવારનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. યોજાયેલ આ કેમ્પમાં વિવિધ પોલીસ સ્ટેશનના મળી કુલ 230 જેટલા પોલીસ કર્મચારીઓએ અને 20 જેટલા એક્સિસ બેન્કના કર્મચારીઓએ આરોગ્ય ચકાસણી કરાવી હતી. બીપી,ડાયાબિટીસ સહિતના રોગની તપાસ, બ્લડ સેમ્પલ લેવાયા હતા. એક્સીસ બેંકના સૌરાષ્ટ્ર રીઝન ના મેનેજર સહિત સ્ટાફ હાજર રહ્યા હતા.તેમ બોટાદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)