બોર્ડના પરીક્ષાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા અને વિગત ભરવા વધુ 15 મિનિટ આપતાં નિર્ણય ને મહા ગુજરાત વાલી મંડળના મહામંત્રીશ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા આવકાર.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 અને 10 ની પરીક્ષાઓ આગામી તારીખ 27 થી શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે અને તેમાં રોલ નંબર સહિતની વિગતો ભરવા માટે કુલ 15 મિનિટનો સમય ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા સત્તાવાર સાધનો દ્વારા જણાવ્યા મુજબ આ 15 મિનિટમાં પાંચ મિનિટ વિદ્યાર્થીઓ ઉતરવાની વિગતો લખવા માટે અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે આપવામાં આવશે,


બોર્ડની આ વર્ષની પરીક્ષામાં કુલ 14 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે જે અગાઉની પરીક્ષાઓ કરતા ઓછા છે કુલ 1661 કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાને કારણે આ વખતે 3,303 બ્લોક ઘટાડવામાં આવ્યા છે જોકે વધારાના નવા 27 કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે પરીક્ષા ના બે દિવસ અગાઉ એટલે કે તારીખ 25 થી ગાંધીનગર ખાતે રાય કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે અને તે રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે આ ઉપરાંત પરીક્ષાના આગલા દિવસથી તમામ જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલુ રહેશે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તારીખ 27 ફેબ્રુઆરી 17 માર્ચ સુધી ચાલશે ધોરણ 10માં 4285 ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 1822 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 144 દિવ્યાંગ પરીક્ષાર્થીઓ થયો નોંધાયા છે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થી કે પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા કોઈપણ કર્મચારી કે અધિકારી મોબાઈલ સાથે લઈ જઈ શકશે નહીં મોબાઈલ સાથે રાખવાની છૂટ માત્ર સ્કોડ ના સભ્યોને જ આપવામાં આવી છે,


વિદ્યાર્થીઓને 15 મિનિટ જેટલો વધુ સમય ફાળવવા બદલ મહામંત્રીશ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના આ નિર્ણય ને આવકારી આભાર સાથે અભિનંદન પાઠવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)