બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ,જૂનાગઢ શાખા દ્વારા બહેનો માટે ડ્રોઈંગ કોમ્પીટીશન નું આયોજન.

જૂનાગઢ

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ દ્વારા તા.8.8.24 ગુરૂવાર સાંજે 5.30 વાગે, રેડ ક્રોસ હોલ, આઝાદ ચોક, જુનાગઢ.ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કોરા કાગળ પર રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કોઈ પણ રાષ્ટ્રીય ચિન્હ કે વાક્યો,સૂત્ર વગેરે દોરીને તેમાં માત્ર ત્રિરંગાના કેસરી,સફેદ અને લીલો કલર જ ઉપયોગ કરવાનો છે.તથા એક સરપ્રાઈઝ ગેમ પણ રમાડવામાં આવશે.

ખાસ નોંધ -: ડ્રેસ કોડ કેસરી, સફેદ અને લીલો કલર રાખેલ છે તેથી બધા બહેનો આ ત્રણમાંથી કોઈ પણ કલરનો ડ્રેસ,સાડી પહેરી શકશે.
બધા બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભ લેવા સંસ્થા તરફથી હાર્દિક નિમંત્રણ છે.આ મહિલા મંડળની વાર્ષિક ફી રૂ.150 નક્કી કરેલ છે જે બહેનોને સભ્ય થવું હોય તેઓ ફી ભરી શકશે.વર્ષ પુરૂ થાય ત્યારે ગિફ્ટ આપવામાં આવશે.કાર્યક્રમના અંતે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)‌