બ્રિજ પર દોડતા ટેમ્પોના બોનેટ પર બેસી સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું પોલીસે કરી કાર્યવાહી

સુરત :

થોડા દિવસ પહેલાં શહેરના ડીંડોલી બ્રિજ પર એક દોડતા ટેમ્પોના બોનેટ પર બેઠેલા યુવકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો જોઈ પોલીસ હરકતમાં આવી હતી અને ટેમ્પો ચાલક તથા સ્ટંટ કરનાર બંને યુવકોને પકડી કાન પકડાવ્યા હતા.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા તે વીડિયો તા.15/05/2024ના સાંજના સાતેક વાગ્યાના અરસાનો ડીંડોલી પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ ખાતેનું હોવાની વિગતો બહાર આવી હતી. વિડિઓમા દ્રશ્યમાન થતી મહિન્દ્રા પીક-અપ ગાડીના ચાલક ડ્રાઇવર તથા ગાડીના બોનેટ ઉપરથી કેબિનમાં આવતા ઇસમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં પકડી પાડી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસે આ બંને આરોપીની ધરપકડ કર્યા બાદ તેઓના કાન પકડાવ્યા હતા અને માફી મંગાવી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)