“બ્રેસ્ટ ફિડીંગ સપોર્ટ ફોર ઓલ”ની થીમ ઉપર આઈ. સી. ડી .એસ. શાખા મહાનગર પાલિક જુનાગઢ દ્વારા સ્તનપાન સપ્તાહ ની ઉજવણી .

જૂનાગઢ

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા દર વર્ષે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આઈ.સી.ડી.એસ.શાખા મનપા, જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સ્તનપાન સપ્તાહની ‘બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ ફોર ઓલ’ની થીમ ઉપર ઉજવણી કરવામાં આવનાર છે.જે અનુસંધાને આજતા.૨/૮/૨૪ ના રોજ મહાનગરપાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાન ને સમર્થન આપવા માટે સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવેલ આ ઉજવણીમાં આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા,જુનાગઢના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે દ્વારા આંગણવવાડી કેન્દ્ર ખાતે એક SHGs બેઠકનું આયોજન કરેલ જેમાં સ્તનપાનના મહત્વ વિશે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ આ ઉપરાંત સ્તનપાનના મહત્વ અને ફાયદા શું છે તે અંગે વિસ્તૃત માહિતી આપેલ વધુમાં તાબા હેઠળના ઘટકના મુખ્ય સેવિકા દ્વારા પ્રસુતી સ્થળની મુલાકાત લઈ ફક્ત સ્તનપાન અને માતાનું પોષણ ઉપર સમજણ આપેલ તેમજ આઈ.સી. ડી.એસ. ની સેવાઓ લેવા માટે પ્રોત્સાહિત કરેલ આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા ધાત્રી માતાની ઘર-ઘર મુલાકાત લઈ સ્તનપાન ની મહત્વપુર્ણ ભુમિકા સમજાવેલ બાળકને ૬ માસ સુધી ફક્ત સ્તનપાનથી થતા ફાયદા વિશે સમજ આપવામાં આવેલ .

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)