જૂનાગઢ
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તેમજ આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા દર વર્ષે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આઈ.સી.ડી.એસ.શાખા, મહા નગરપાલિકા, જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સ્તનપાન સપ્તાહની ‘બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ ફોર ઓલ’ની થીમ ઉપર ઉજવણી કરવામાં આવનાર છે. જે અનુસંધાને આજતા.૧/૮/૨૪ એ મહાનગરપાલિકા, જુનાગઢ હેઠળના દોલતપરા-૨ સેજા ના નવાપરા આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાનને સમર્થન આપવા માટે સ્તનપાન સપ્તાહ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ મહાનગરપાલિકા, જુનાગઢ આયોજીત નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ આ ઉજવણીમાં આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા, જુનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે દ્વારા સ્તનપાન વિશે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ આ ઉપરાંત સ્તનપાન એટલે નવજાત શિશુને માતા દ્વારા આપવામાં આવતું સૌપ્રથમ ધાવણ, માતાનું ધાવણ પહેલા છ માસ સુધી શિશુ માટે સંપૂર્ણ આહાર છે.
માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા,ઝાડા જેવી બિમારી ઓથી બચાવે છે. માતાનું ધાવણ શિશુને શારિરીક ઈમ્પોર્ટ અને બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ પ્રોટોટા બને છે. આ ઉજવણીમાં સ્તનપાન ના મહતવની પ્રતિજ્ઞા દ્વારા મહિલાઓને જાગૃત કરેલ તેમજ ટી.એચ.આર. (માતૃશક્તિ) માંથી વાનગીઓ બનાવી વાનગી નિદર્શન કરવામાં આવેલ આ ઉજવણી મહાનગરપાલિકા, જુનાગઢ હસ્તકના તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાન સપ્તાહની પ્રતિજ્ઞા તેમજ આંગણવાડી કક્ષાએ રેલી, પ્રભાતફેરી દ્વારા કરવામાં આવેલ. સ્તનપાન સપ્તાહ દરમિયાન આંગણવાડી કાર્યકરો નવજાત શિશુની ઘર-ઘર વિઝીટ દરમ્યાન પરિવારના લોકોને સ્તનપાન કઈ રીતે કરાવવું?, કેટલા સમયે પ્રોટોટા કરાવવું, તે વિશે જાગૃત કરાશે.
અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ