“બ્રેસ્ટ ફિડીંગ સપોર્ટ ફોર ઓલ” ની થીમ ઉપર આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણી.

જૂનાગઢ

મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગ, મનપા જૂનાગઢ દ્વારા દર વર્ષે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સ્તનપાન સપ્તાહની ‘બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ ફોર ઓલ’ની થીમ ઉપર ઉજવણી કરવામાં આવે છે. જે અનુસંધાને આજ તા.૬/૮/૨૪ ના રોજ મહાનગરપાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ પ્રથમ મંગળવાર એટલે કે સુપોષણ સંવાદ દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ આ ઉજવણીમાં આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા, જુનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી તથા તાબા હેઠળના ઘટક જુનાગઢ – ૧ (અર્બન) ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તેમજ મુખ્ય સેવિકાશ્રી દ્વારા સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને સુપોષણ સંવાદ ટેકઅવે દ્વારા સ્તનપાનથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ તેમજ સ્તનપાન દરમિયાન બાળકની યોગ્ય સ્થિતિનું પ્રદર્શન અને સામાન્ય સમસ્યાઓના નિરાકરણ વિશે ચર્ચા કરવામાં આવેલ . વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા દૈનિક ધાત્રી માતાની ઘર-ઘર મુલાકાત લઈ સ્તનપાન વિશે સમજણ આપવામાં આવે છે તેમજ બાળકને ૬ માસ સુધી ફક્ત સ્તનપાનથી થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)