બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે

ભાવનગર

પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શનમાં ડબલિંગ કામ અને દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

1. વેરાવળ સ્ટેશનથી 19.06.2024 અને 26.06.2024 ના રોજ ચાલવા વાળી વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન (19319) તેના નિર્ધારિત રૂટ ગેરતપુર-આણંદ જં.-ડાકોર-ગોધરા જં. ના બદલે બદલાયેલા રૂટ ગેરતપુર-આણંદ જં.-બાજવા-છાયાપુરી-ગોધરા જં. થઈને ચાલશે.
2. પોરબંદર સ્ટેશનથી 26.06.2024 અને 27.06.2024 ના રોજ ચાલવા વાળી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન (12905) ડાયવર્ટ કરાયેલા રૂટ રાયપુર જંકશન – ટિટિલાગઢ જંકશન – ઝારસુગુડા જંકશન થઈને ચાલશે.
3. શાલીમાર સ્ટેશનથી 28.06.2024 અને 29.06.2024ના રોજ ચાલવા વાળી શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન (12906) ડાયવર્ટ કરાયેલા રૂટ ઝારસુગુડા જંક્શન – ટિટિલાગઢ જંકશન – રાયપુર જંકશન થઈને ચાલશે.
રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલવે મુસાફરો આ ટ્રેનોના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

અહેવાલ:- ગુજરાત બ્યુરો