ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.કોમર્સ એન્ડ મેનેજમેન્ટ અનુસ્નાતક ભવનનાં વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક કારકિર્દી ઘડત્તર માટે મુંદ્રા ઐાદ્યોગિક ઝોનનો કર્યો બે દિવસીય પ્રવાસ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ૫૪ જેટલા વિદ્યાર્થીઓએ કચ્છ જિલ્લાનાં મુંદ્રા સહિત વિવિધ ઐાદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી.યુનિ.ના કુલપતિ ડૉ.અતુલભાઈ બાપોદરા એ શુભેચ્છા સંદેશમાં જણાવ્યુ હતુ કે ઐાદ્યોગિક એકમો, પાવરપ્લાન્ટ, સોલાર ક્ષેત્રે કાર્યકરતી ઈન્ડસ્ટ્રીઝ અને બંદરનાં શૈક્ષણિક માર્ગદર્શક ઐાદ્યોગિક પ્રકલ્પોની મુલાકાત સભર પ્રવાસો થકી છાત્રોને કારકિર્દી ઘડત્તરમાં નવિ પ્રેરણા હાંસલ થતાં તેમનાં જીવનની કાર્યફલકની દીશાનું પથ નિરુપણ થવાનું બળ હાંસલ થાય છે.


ઐાદ્યોગિક ગૃહોની છાત્ર મુલાકાત પ્રવાસ અંગે વાત કરતા કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગનાં વડા પ્રો. ભાવસીંહ ડોડીયાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થિઓને શિક્ષણ સાથે સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ પ્રવૃત રાખવા જરૂરી છે. કારણ કે, શિક્ષણ સાથે કૌશલ્યનો વિકાસ થાય, પોતાનાં અભ્યાસકીય પ્રકલ્પોની જાતજાણકારી મેળવી શકે તે પણ જરૂરી છે. ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ અંતર્ગત વિદ્યાર્થીઓને ઐતિહાસિક, સાંસ્કૃતિક, ઉદ્યોગગૃહો, બંદરો સહિત,પ્રવાસનની દ્રષ્ટીએ મહત્વના સ્થળોની મુલાકાત લે તે માટે ખાસ ભાર મુકવામાં આવે છે. જે અંતર્ગત યુનિ.નાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિષયે કારકિર્દી ધડવા ઈચ્છુક યુવાઓએ મુંદ્રા બંદર, અદાણી પાવર લીમીટેડ, અદાણી વીલમર લીમીટેડ, અદાણી સોલાર લીમીટેડ ખાતે બે દિવસીય શૈક્ષણીક શૈક્ષણીક પ્રવાસ કર્યો હતો..


પ્રવાસનાં સંકલનકાર અને યુનિ.નાં આસીસ્ટંટ પ્રાધ્યાપક ડો. વિનીતકુમાર જે. વર્માએ છાત્ર પ્રવાસ અંગે વિગતો આપતા જણાવ્યુ હતુ કે ઐાદ્યોગિક ક્ષેત્રે રોજગારીની તકોનું નીર્માણ, રાષ્ટ્રનો સંતુલિત આર્થિક વિકાસદર, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણનું નિરાકરણ, સહિત ઔદ્યોગિક વિકાસનાં આયામોની જાણકારી વિદ્યાર્થીઓએ મેળવી હતી., લોખંડ અને પોલાદ, કોલસા, વિમાન બનાવતા ઔદ્યોગિક એકમો, વહાણવટા- ઉદ્યોગ, તાર તથા સંદેશાવ્યવહાર, કાપડ, સિમેન્ટ, ખાંડ, કાગળ, ન્યૂઝપ્રિન્ટ, ખાતર, દવા, ટ્રૅક્ટર જેવાં ખેતીનાં સાધનો, ભારે રસાયણો, વીજળી, ખનિજો, હવાઈ તથા જળમાર્ગ જેવા ક્ષેત્રોમાં સાતત્‍યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ અને ઉચ્‍ચતર આંતર માળખાકીય સુવિધા તેમજ શાંતિપૂર્વકના ઔદ્યોગિક વાતાવરણને કારણે ગુજરાત રાજય સમગ્રદેશમાં મૂડીરોકાણ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતા લદ્યુ અને મધ્‍યમ ઉદ્યોગોની સાથે સાથે વિશાળ ઔદ્યૌગિક પ્રોજેક્‍ટો પણ કેવી રીતે સહાયરૂપ નિવડે તે અંગે જાણકારી હાંસલ કરવામાં વિદ્યાર્થીઓને પ્રવાસ ઉપયોગી બન્યો છે.

મુંદ્રા પોર્ટની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ બંદરો માનવશ્રમને માટે રોજગારીની તકોનું કેવી રીતે સર્જન કરે છે તે જાણ્યુ, સાથે સાથે બંદરોના વિકાસને કારણે શહેરી વસાહતોનો વિકાસ, બંદરોના વિકાસ ની સાથે શિપિંગ કંપનીઓ, વીમા કંપનીઓ, શરાફો, દલાલો, આયાત-નિકાસ કરતા એજન્ટો જેવી આનુષંગિક સેવાઓનો પણ વિકાસ, બંદરોને કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો,, જેને લીધે લોકોની માથાદીઠ આવકનું પ્રમાણ વધવાથી લોકોનાં જીવનધોરણમાં સુધારો થવા અંગે જાત જાણકારી મેળવી હતી. સાથ સાથે બંદરોની આસપાસના વિસ્તારોમાં ઔધોગિક વિકાસની સંભાવનાઓ બળવત્તર બનવી, બંદરોના વિકાસને કારણે પીઠપ્રદેશ (હિન્ટરલેન્ડ)નો વિકાસ પણ શક્ય બનવો, નાનાં અને મધ્યમ કક્ષાનાં બંદરો થી આંતરિક અને સ્થાનિક વ્યાપારને પણ કિફાયતી જળમાર્ગ પૂરો પાડવા, મત્સ્યોદ્યોગ અને તેને આધારિત અન્ય વ્યાપાર-ઉધોગોનો વિકાસ થવો, સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવામાં પણ બંદરો મહત્ત્વનો ભાગ ભજવવા સહીતની અને વિભાવનાઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

આ જ રીતે સોલાર ક્ષેત્રે રાષ્ટ્રની ઉર્જા ખપતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનાં ઉત્પાદનમાં થતી વિકાસ અંગે સોલાર પ્રોજેક્ટની મુલાકાત, ફોર્ચુન ઓઇલ અને તેની માર્કેટ બાબતે પણ વિગતે માહિતી મેળવી અભ્યાસલક્ષી બાબતોનું પ્રેક્ટીકલી જ્ઞાન આ પ્રવાસ થકી હાંસલ થયુ છે.પ્રવાસનાં કો-ઓર્ડીનેટર ડો. દિનેશકુમાર આર. ચાવડાએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ પ્રકલ્પો અને કોમર્સ એન્ઠ મેનેજમેન્ટ વિષયે તુલનાત્મક સમજણ પુરી પાડી હતી. આ પ્રવાસમાં મુંદ્રા ઝોનથી મનોહર ગોયલે સહયોગ પુરો પાડ્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)