આબોહવા અને જમીન-આવરણના ફેરફારથી જૈવવિવિધતાનાં જ્ઞાનસભર નુતન વિષયોનું અન્વેષણ કરવા, સાથે વિદ્યાર્થીઓને વ્યાવસાયિક વિકાસમાં નિપુણતાનું સ્તર વિકસાવવાની તક અંગે ડો.એન્થોની જે. જિયોર્દાનો સાથેનો સંવાદ બનશે ફળદાયી
– પ્રો.(ડો.) અતુલભાઈ બાપોદરા
જૂનાગઢ તા. ૦૪, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ, શોધ સ્કોલર્સ અને પ્રાધ્યાપકો સાથે આજે અમેરીકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સીટીનાં ડો.એન્થોની જે. જિયોર્દાનોએ શૈક્ષણીક મુલાકાત લઇ સંવાદ સાધ્યો હતો.
કોલોરાડો સ્ટેટ યુનિ.નાં ઉષ્ણકટિબંધીય ઇકોલોજી અને સંરક્ષણ, શિકારી-શિકાર સંબંધોમાં માનવ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ અને સહયોગ અંગેનાં તજજ્ઞ સંશોધક પ્રો.(ડો.) એન્થોની જે. જિયોર્દાનોએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની મુલાકાત વેળાએ કુલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાને મળી યુનિ.ની શૈક્ષણિક પ્રવૃતિની જાણકારી મેળવી હતી.ડો. અતુલભાઇ બાપોદરાએ પ્રો. એન્થોની જે. જિયોર્દાનોને શાલ, સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.આ મુલાકાત અંગે ડો. બાપોદરાએ જણાવ્યુ હતુ કે વન્યજીવસૃષ્ટી-પ્રાણીસૃષ્ટી અને ઈકોલોજી વિષયે અભ્યાસરત છાત્રોને આક્રમક પ્રજાતિઓની વહેલી શોધ અને ઝડપી પ્રતિસાદ માટે ક્ષમતાઓને આગળ વધારવી જેવા વિષયોનાં જ્ઞાનસભર સંવાદ થકી આબોહવા અને જમીન-આવરણના ફેરફારથી જૈવવિવિધતાનાં જ્ઞાનસભર નુતન વિષયોનું અન્વેષણ કરવા, સાથે વિદ્યાર્થીઓને વ્યાવસાયિક વિકાસમાં નિપુણતાનું સ્તર વિકસાવવાની તક અંગે એન્થોની જે. જિયોર્દાનો સાથેનો સંવાદ ફળદાયી બનશે,
લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) સુહાસ વ્યાસે કોલોરાડો સ્ટેટ યુનિ.નાં એન્થોની જે. જિયોર્દાનોની ઉષ્ણકટિબંધીય વરસાદી સસ્તન પ્રાણીઓ પર શિકાર અને લૉગિંગની અસરનો સહસંબંધ અને દ્રઢતા, સંરક્ષણ જીવવિજ્ઞાન, આબોહવા અને જમીન-આવરણના ફેરફારથી જૈવવિવિધતાના હોટસ્પોટને સુરક્ષિત રાખવા માટે લક્ષિત સંરક્ષણ ટેક્નોલોજી નવીનતા, લોગીંગ અને એજ ઇફેક્ટ્સ માટે મોટા સસ્તન પ્રાણીઓના વિભેદક પ્રતિભાવો, જંગલ અને બિન-જંગલ વિસ્તારોમાં પ્લાઝમોડિયમ નોલેસી મેલેરિયાના મકાક યજમાનો અને મચ્છર વેક્ટરના ભૌગોલિક વિતરણની આગાહી જેવા સંશોધનોનો અંગે વિદ્યાર્થી સાથે પરિચય કરાવી પુષ્પ અને યુનિ.ડાયરી ભેટ કરી સત્કાર્યા હતા.
આ તકે અમેરીકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સીટીનાં ડો. એન્થોની જે. જિયોર્દાનોએ પ્રાધ્યાપકશ્રી ડો. રાજેશ રવિયા, ડો. જતીન રાવલ, ડો. સંદિપ ગામિત, સાવન ટાંક, તરલા ચુડાસમા, અભય પરમાર અને પીએચ.ડી. તેમજ અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શોધસ્કોલર્સ, સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે જૈવવિવિધતાએ સજીવની વચ્ચે જોવા મળતી વિવિધતા છે, જેમાં પ્રજાતિઓ અને તેમના ઇકોસિસ્ટમ્સ વચ્ચેની ત્રણ જાતોની જૈવવિવિધતામાં આનુવંશિક વિવિધતા, વંશીય વિવિધતા અને ઇકોસિસ્ટમ વિવિધતા મહત્વની છે. કોઈપણ વિશિષ્ટ સમુદાય અથવા ઇકોસિસ્ટમના યોગ્ય કાર્ય માટે, વંશીય વિવિધતા હોવી જરૂરી છે. ઇકોલોજીકલ વિવિધતા એ પૃથ્વી પર જોવા મળતી ઇકોસિસ્ટમ્સમાં વિવિધતા છે જેમાં પ્રજાતિઓ રહે છે.
ઇકોલોજીકલ વિવિધતા વિવિધ બાયો-ભૌગોલિક પ્રદેશોમાં જેમ કે તળાવો, રણ, રસ્તો, વગેરેમાં પ્રતિબિંબિત થાય છે. જૈવવિવિધતાનું માનવ જીવનમાં મહત્વનું સ્થાન છે. પૃથ્વી પર માનવ જીવન જૈવવિવિધતા વિના અશક્ય છે, ડો. એન્થોની જે. જિયોર્દાનોએ ભારતદેશનાં સિંહ સંવર્ધન અને સંસ્કૃતિમાં પ્રકૃતિ-પ્રાણી-વનસ્પતિનું અદકેરૂ સ્થાન સરાહનિય છે તેમ કહી ભારતનાં પ્રશાસન અને લોકોને બિરદાવ્યા હતા. ડો. એન્થોની જે. જિયોર્દાનોએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ દરમ્યાન કેમેરા ટ્રેપિંગ ટેકનોલોજી અને અભિગમોમાં નવીનતાઓ, નાગરિક વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિનું એકીકરણ આંતરરાષ્ટ્રીય સરહદ પર વિશ્વસનીય જ્ઞાનને એકીકૃત કરવું, છેલ્લા દાયકાઓમાં સસ્તન પ્રાણીઓ પર વસવાટના વિનાશ અને શિકારની વધતી જતી સિનર્જિસ્ટિક અસરો, સબાહ મલેશિયન બોર્નિયોમાં ઇમ્બેક કેન્યોન કન્ઝર્વેશન એરિયા અને તેની આસપાસના સસ્તન પ્રાણીઓનું કેમેરા-ટ્રેપિંગ સર્વેક્ષણ,સબાહ, બોર્નિયોમાં મોટા સસ્તન શિકારી અને શિકાર સાથે ટ્રોફિક પ્રકાશનનો અભાવ, સબાહ, મલેશિયન બોર્નિયોમાં ઓઇલ પામ લેન્ડસ્કેપની અંદર સસ્તન પ્રાણીઓની સમૃદ્ધિ અને રચના વિગેરે બાબતે જાણકારી આપી હતી. વિદ્યાર્થીઓએ પોતાનાં અભ્યાસ અંગે વિસ્તૃત પ્રશ્નોત્તરી કરી હતી. ડો.નીશીથ ધારૈયાએ સમગ્ર પ્રવાસનું સુચારૂ સંચાલન કર્યુ હતુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)