ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતિ ભવન દ્વારા વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા અંતર્ગત ગુજરાતનો નાથ ઐતિહાસીક નવકથા પર યોજાયુ વિશેષ વ્યાખ્યાન.

જિંદગીભર ગુજરાતની અસ્મિતાની આરાધના કરનાર ક.મા.મુન્શીનાં હૈયાની ધડકનમાં ગુજરાતી પ્રજા એની અસ્સલ ઓળખ છુપાઇને બેઠી હતી, તેવા સોલંકીયુગનાં, ગુજરાતનાં વૈભવી ભૂતકાળને તેમણે જીવંત કર્યો છે.- પ્રો.(ડો.) અતુલભાઈ બાપોદરા કૂલપતિ
જૂનાગઢ તા. ૦૪, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતી ભવન ના પ્રાધ્યાપક ડો. પારૂલ એલ ભંડેરીનાં માર્ગદર્શન તળે ગુજરાતિ ભાષા અધ્યાપક સંઘ અને શ્રી એમ. એન. કંપાણી આર્ટ્સ એ. કે. શાહ કોમર્સ કોલેજ -માંગરોળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા અંતર્ગત લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી લીખીત “ગુજરાતનો નાથ” ઐતિહાસિક નવલકથા પર વિશેષ વ્યાખ્યાન યોજાયુ હતુ,


કાર્યક્રમને શુભકામનાં વ્યક્ત કરતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલ બાપોદરાએ જણાવ્યુ હતુ કે ક.મા.મુન્શી લીખીત નવલકથા પુરી વંચાય નહીં ત્યાં સુધી મજા ના આવે, ગુજરાતનાં આગવાપણા માટે ‘અસ્મિતા’ જેવો શબ્દ પ્રયોજનાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનો અસ્મિતા શબ્દ નવો નથી. પરંતુ, અસ્મિતા શબ્દ આજે જે સંદર્ભમાં પ્રયોજાય છે તેનો પ્રથમ ઉપયોગ કરવાનું શ્રેય શ્રી કનૈયાલાલ મુન્શીને અવશ્ય જાય એવુ કહી શકાય, ગુજરાતની અસ્મિતાને ઈતિહાસનાં પૃષ્ઠોમાંથી બહાર લાવી ઉજાગર કરી છે. પોતાનાં સર્જન દ્વારા પૂરી જિંદગી અસ્મિતાની આરાધના કરી છે. જેના ધબકારમાં ગુજરાતી પ્રજા એની અસ્સલ ઓળખ છુપાવીને બેઠી છે તેવા સોલંકીયુગનાં, ગુજરાતનાં વૈભવી ભૂતકાળને તેમણે જીવંત કર્યો છે. આજે યુનિ.નાં ગુજરાતી ભવન દ્વારા યોજાયેલ વ્યાખ્યાનમાળાથી છાત્રોને તવારખી જાણકારી મળશે,


ગુજરાતના સુવર્ણકાળ સમા સોલંકી યુગનો પરિચય આપી. ઐતિહાસિક નવલકથા એટલે શું? તે સમજાવી ઇતિહાસ અને ઐતિહાસિક નવલકથા મા લેખક દ્વારા જે કલ્પના તત્વ ના ઉમેરણ સાથે કૃતિ રચાય છે તેમાં ઇતિહાસના પાત્રોની ગરિમાને હાની પહોંચાડ્યા વગર લેખક પોતાની કલમે નવી સૃષ્ટિ રચે છે, અને અધિકારી ભાવકોને સંમોહીત કરે છે. ગુજરાતનો નાથ નવલકથાનાં લેખક કનૈયાલાલ મુન્શીએ જયસિંહ સિદ્ધરાજ વિષયક નવલકથા, પાટણની પ્રભુતા, રાજાધિરાજ જેવી સમૃધ્ધ ત્રણ નવાલકથામા વહેંચાયેલી જયસિંહ સિદ્ધરાજની કીર્તિ, નાથ બનવા મથતા મુંજાલ મહેતા, કાક ભટ્ટ, ત્રિભુવન પાલ કે ઉદા મહેતા સાથે જૂનાગઢના રા-નવઘણ અને અવંતીના લક્ષ્મી વર્મા અને યશોવર્માની કીર્તિને હંફાવતા પાટણના બાળા રાજા જયસિંહ સિદ્ધરાજની મૂળકથામા ફેરફાર કરી લેખક દ્વારા કલ્પના તત્વો નું આલેખન કરી, એક નવી જ સૃષ્ટિનું સર્જન કરે છે. મંજરી અને કીર્તિદેવ જેવા પાત્રની રચના કરીને લેખક આપણને તેના નવાજ ભાવ જગતમાં ખેંચી જાય છે. મિનળ દેવી અને મુંજાલ, કાક અને મંજરી, ત્રિભુવન પાલ અને કાશ્મીરા દેવી જેવા યુગલ દ્વારા શૃંગાર રસ પણ જમાવે છે. મુંજાલ ના પુત્ર કીર્તિદેવ જેવું પાત્ર ઊભું કરી સમગ્ર આર્યાવર્તને એકતાંતણે બાંધવાની કોશિશ પણ અહીં દર્શાવી છે.અવંતી સાથે સંધિ નવઘણને દાંતે તરણું લેવડાવે, રાનવઘણની ચાર પ્રતિજ્ઞા જે પાછળથી રાખેંગાર પૂરી કરે છે, જેવા પ્રસંગો ઇતિહાસમાંથી સાચા લીધા છે,


વ્યાખ્યાનમાળામાં પન્નાલાલ પટેલ લીખીત માનવીની ભવાઇ નવલકથા અંગે ડો. ગૈારાંગ જાનીએ, અને ગાંધીજી રચીત સત્યનાં પ્રયોગો અંગે ડો. નીતિન ગામિતે રસાસ્વાદ કરાવ્યો હતો.
ડો. પી.એલ. ભંડેરીએ આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ઇતિહાસ અને કલ્પનાપ્રધાન તત્વને ઉમેરી લખાયેલી નવલકથાથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા તેમજ ગુજરાતી અધ્યાપક સંઘ દ્વારા આરંભાયેલ જ્ઞાન યજ્ઞમા એક સમીધ ઉમેરવાનો લાભ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો
કાર્યક્રમનું સંચાલન અધ્યાપક સંઘનાં ડો. રમેશ મહેતાએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા ડો. એચ.ઝણકાટ, ડો. અજય ચૈાહાણ, ડો. વાઘેલા, ડો. સુનિલ જાદવ, પ્રો. કનુભાઇ વાળા, ડો. આશાબેને જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)