ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ભુતપુર્વ વિદ્યાર્થીઓની બેઠક(ALUMNI MEET) યોજાઇ.

જૂનાગઢ તા. ૨૨, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓની એક બેઠક યુનિ. ભવનનાં કોન્ફરન્સ હોલ ખાતે રજીસ્ટ્રાર ડો. મયંક સોનીની અધ્યક્ષતામાં મળી હતી. યુનિ.નાં વિવિધ શૈક્ષણિક ભવનોમાં અભ્યાસપૂર્ણ કરી કારકિર્દીની ઉડાન ભરનાર યુવાઓએ પરસ્પર મળી અભ્યાસકાળ દરમ્યાનનાં સંસ્મરણો વાગોળ્યા હતા.

       ભુતપુર્વ વિદ્યાર્થી બેઠકને દુરવાણીથી શુભેચ્છા વ્યક્ત કરતા યુનિ.નાં કુલપતિ ડો.અતુલભાઇ બાપોદરાએ જણાવ્યુ હતુ કે એક કૂલપતિ માટે એ આનંદની ઘડી છે કે જ્યારે યુનિવર્સીટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આત્મિયતાનાં ભાવ સાથે મળે અને વિતેલા દિવસોને યાદ કરે. આવા જ એક પ્રેરક પ્રયાસ માટે યુનિ.નાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનને હાર્દિક અભિનંદન, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન અનેક રીતે વિદ્યાર્થીઓ અને સંસ્થાને મદદરૂપ થતા હોય છે, આ તકે યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ પોતાનાં પ્રાસંગિક વક્તવ્યમાં  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની ભુમીકા, તેનાથી વ્યક્તિત્વ ઘડત્તરમાં થતા સકારાત્મક લાભની વાત દોહરાવી પોતાનાં છાત્રકાળે શૈક્ષણીક જીવનસફર દરમ્યાન વિદ્યાર્થી કાળનાં સાથીઓ સાથેનાં સંપર્કસેતુની ઉપલબ્ધીઓની ભુમિકા રજુ કરી હતી. ડો. મયંક સોનીએ ALUMNI ની એપને ક્લીક કરી વિદ્યાર્થી હીત માટે ખુલ્લી મુકી હતી. 

       આ કાર્યક્રમનાં સંયોજક ડો. રાજેશ રવિયાએ ALUMNI MEET ની ભુમિકા રજુ કરતા કહ્યુ હતુ કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.માં અભ્યાસપુર્ણ કરી યુવાનોએ કારકિર્દીક્ષેત્રે અલગ-અલગ ક્ષેત્રોમાં સંધાન કર્યુ છે, તેમ છતા આજે યુનિ.નું પ્રથમ અધિવેશન યોજાયુ તેમાં મોટી સંખ્યામાં યુવાનો સહભાગી બન્યા છે. 

               ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની પ્રથમ બેઠકને આવકારતા કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગનાં વડા ડો. ભાવસિંહ ડોડીયાએ નોંધપાત્ર સિદ્ધિઓ અને પૂર્વ વિદ્યાર્થીઓના સંદેશાઓ નિયમિત રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન થકી વહન થતી બેઠકને પોતાની શુભકાનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડો.ઓમ જોષી, ડો.ઋષિરાજ ઉપાધ્યાય, લલીત પરમાર, હિતેન્દ્ર સોઢા, દિવ્યેશ ગોંડલીયા સહિત કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં પથ ભટ્ટ, સરવૈયા અમી, હેમાંગ ભટ્ટ અને સરવેયા શીતબેને પોતાનાં અનુભવો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમનાં અંતે સંગઠનને સબળ બનાવવા રૂા. એક હજારની ધનરાશી અર્પણ કરી ડો.જશ્મીન ભાલોડીયાએ આભાર દર્શન કર્યુ હતુ.                                        

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ-જૂનાગઢ