ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતી ભવનની વિદ્યાર્થીનીઓની સિધ્ધી!

જૂનાગઢ તા. ૧૯, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતી ભવનની વિદ્યાર્થીનીઓએ નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદાનથી ગૈારવાન્વીત બની છે. રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે ગ્રંથાલય ભારતી રાજકોટ દ્વારા લોકોમાં વાંચન અને લેખન પ્રવૃત્તિમાં ઉત્તેજન મળે તે માટે થયેલ નિબંધ સ્પર્ધામાં ૪૦૨ જેટલા સ્પર્ધોમાં ગુજરાતી ભવનની વિદ્યાર્થીની સંગીતા રાજાભાઈ વાજાએ તૃતિય સ્થાન મેળવી ઉતિર્ણ થયેલઆ સ્પર્ધામાં ભવનની પ્રતિક્ષા જાદવ, શ્રધ્ધા પરમાર, નિરાલી ગીયળ, ઉર્મિલાવાળા અને એકતા સંચાણિયાએ ભાગ લીધો હતો. વિજતા સ્પર્ધકને ગ્રંથાલય ભારતી દ્વારા રોકડ પુરસ્કાર અને પશસ્તીપત્ર એનાયત કરાયુ હતુ. અનુસુચિત જાતિ કર્મચારી યુનિયન દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતિ ઉપલક્ષ્યે રાજ્ય સ્તરની વક્તત્વ સ્પર્ધા ઓનલાઈન મોડ પર યોજાઈ હતી. સ્પર્ધામાં ડો. આંબેડકરના સ્વપ્રનું આધુનિક ભારત, ડો. આંબેડકરની શિક્ષણ પોલિસી વિષયે યોજવાયેલ સ્પર્ધામાં રાજ્યભરમાંથી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢની વિદ્યાર્થીની ગિયળ નિરાલીબેન વીરાભાઇ બીજા ક્રમે વિજેતા થયેલ તેણીને પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરાયા હતા.જ્યારે ગુજરાતી ભવનની ટી.વાય. બી.એ ગોલ્ડ મેડલ તેમજ એમ.એ સેમેસ્ટર વનમાં ડિપાર્ટમેન્ટ ફર્સ્ટ જાદવ પ્રતીક્ષાબેનને યુનિ. દ્વારા અભ્યાસક્રમ ઘડનાર સમિતીમાં સિલેક્શન થયું છે વિદ્યાર્થીઓને સહશૈક્ષણિ પ્રવૃતિઓ જેવી કે વકૃત્વ, નિબંધ જેવી સ્પર્ધાઓમાં સહયોગ અને પ્રોત્સાહન આપનાર વિદ્યાર્થીઓના હિતમાં સતત કાર્યકર્તા ગુજરાતી ભવનના અધ્યાપકો ડો.. પારુલ એલ. ભંડેરી તેમજ ડો.કિશોર વાળા અને ભવનનાં વડા ડો.વિશાલ જોષીએ અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ