જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ દ્વારા કુલપતિશ્રીપ્રો.ચેતન ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ ADEPT TALK અંતર્ગત CYBER CRIME: PREVENTATION, DETECTION AND SECURITY વિષય પર એક ઓનલાઈન માધ્યમથી વ્યાખ્યાન યોજાયુ હતુ. જેનાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતી કે.બી પારેખ, કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, મહુવાનાં સહાયક પ્રોફેસર, ડૉ મહિમ્ન પંડયાએ ઓનલાઇન મોડથી જોડાઇને પ્રવર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓ અંગે કેવી રીતે જાગ્રત રહી શકાય તેમજ કઈ રીતે સાયબર ગુનાઓથી બચવા ડીજીટલ માધ્યમોમાં સુરક્ષા રાખી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી ખુબ જ ઝીણવટપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. સાથે સાયબર ગુનાઓની ફરિયાદ કેવી રીતે કરી શકાય તેમજ સાયબર સ્વયં સેવક બની કઈ રીતે આજ ના યુવાનો ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ સેલને મદદરૂપ થઇ શકે તે અંગેની માહિતી ખુબ જ સરળ રીતે પૂરી પડી હતી. સમગ્ર વક્તવ્યના આયોજન માટે પ્રો. ડૉ.ભાવસિંહ ડોડીયાએ માર્ગદર્શન આપેલ, ડૉ. વિનીત વર્મા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ, વ્યાખ્યાનને સફળ બનાવવા વિભાગના અધ્યાપકો સર્વશ્રી ડૉ. દિનેશકુમાર ચાવડા તેમજ ડૉ. અનિતાબા ગોહિલે જહેમત ઉઠાવી હતી. ઓન લાઇન માધ્યમથી યોજાયેલ વ્યાખ્યાનમાં યુનિ. સંલગ્ન વિવિધ કોલેજો, યુનિ. ભવનનાં છાત્રો જોડાયા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)