રસાયણશાસ્ત્ર વિભાગનાં વડા અને યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલ બાપોદરા અને ડો. આર.પી.ભટ્ટ પાસે વિદ્યાભ્યાસ કરનાર યુવાઓની ઉજ્જવળ કારકિર્દી
જૂનાગઢ તા.૧૦, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં અનુસ્નાતક ભવનો અને સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરની ઉજળી તકો પુરી પાડતી સંસ્થાઓ સંપર્ક કરતી હોય છે. ત્યારે તાજેતરમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં અનુસ્નાતક ભવનનાં ૧૦ વિદ્યાર્થીઓ અને બહાઉદ્દિન સાયન્સ કોલેજનાં ૫૭ છાત્રોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ન્યૂ એનર્જી બીઝનેશ વિભાગ દ્વારા પ્લેસમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં પ્લેસમેન્ટ સેલનાં સંકલનકાર ડો. વિનીત વર્માએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે યુનિ.નાં વિદ્યાભવ નોનાં વિવિધ ભવનોમાં અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા યુવાઓ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. એફીલેટેડ કોલેજોમાં અભ્યાસ પુર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડત્તરની ઉજળી તકો પુરી પાડવા અનેક ઉદ્યોગગૃહો અને નોકરીદાતાઓ પ્લેસમેન્ટ માટે સંપર્ક કરતા હોય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ન્યુ એનર્જી બિઝનેશ વિભાગનાં હ્યુમન રિસોર્સ અધિકારી નયન ભટ્ટ અને ટીમ દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં રસાયણ શાસ્ત્રમાં અભ્યાસ પુર્ણ કરનાર યુવાનોને નોકરીની તકો ઓફર કરવા પસંદગી પ્રકિયા કરી હતી.
કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટનાં વિભાગીય વડા પ્રો.(ડો.) અતુલ બાપોદરા અને બહાઉદ્દિન કોલેજનાં પ્રિન્સીપાલ ડો. આર.પી.ભટ્ટની નિશ્રામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પ્રતિભાવાત્મક વાત કરતા જણાવ્યુ હતુ, કે અમોને યુનિ.નાં અધ્યાપકો દ્વારા તલસ્પર્શી દ્વારા માર્ગદર્શન અને વિદ્યાભ્યાસ કરાવાય છે. જેનાથી અભ્યાસલક્ષી સારા નોલેજનાં કારણે અમારા જેવા વિદ્યાર્થીને રોજગારીની તકો સરળતાથી મળી શકે છે. આજે રીલાયન્સ ન્યુ એનર્જી બીઝનેશની ટીમ દ્વારા થયેલ પસંદગી પ્રક્રિયામાં ભવનનનાં ૬ યુવાનો અને બહાઉદ્દીન કોલેજનાં ૨૦ વિદ્યાર્થી પસંદગીકારોની યાદીમાં શોર્ટલીસ્ટેડ થયા છે.
ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. કેમ્પસ ખાતે રીલાયન્સ ન્યુ અનેર્જી બીઝનેશ દ્વારા યોજાયેલ પ્લેસમેન્ટ દરમ્યાન વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કુલપતિ પ્રો.(ડો.) અતુલ બાપોદરાએ જણાવ્યુ હતુ; કે વિદ્યાર્થીઓના માતા-પિતાને સૌથી મૂંઝવતો મોટો પ્રશ્ન પોતાનાં સંતાનની કારકિર્દીની પસંદગીનો છે. બાળકને શું બનાવવો ? તેને ક્યાં પ્રવેશ મળશે ? તેનો ખર્ચ કેટલો થશે ? ભણ્યા પછી નોકરી મળશે ? આવા અનેક પ્રશ્નો મૂંઝવે છે. એટલું જ નહીં, ઉચ્ચ અભ્યાસ માટે વાલીને પૂરી જાણકારી ના હોય એવા સંજોગોમાં કરાકિર્દી ઘડવા ઈચ્છુક યુવા ખુદ તેની કારકિર્દી માટે જાગૃત, કોઈ જાણકારી કે તૈયારી ના હોય તેવા સંજોગોમાં જ્યાં પ્રવેશ મળે ત્યાં લેવો અને લક્ષ્ય માત્ર ભણવાનું રાખે છે. જીવનમાં માત્ર, ભણવું તે પૂરતું નથી… યોગ્ય કારકિર્દી બનાવવા માટે તેને અનુરૂપ કોલેજ-અભ્યાસની પસંદગી કરવાની હોય છે.
પૂરતી જાણકારી ન હોવાના કારણે બીબાંઢાળ પસંદગી કરી વિદ્યાર્થીઓ ભણે અને ગ્રેજ્યુએટ થવાનું લક્ષ્ય રાખે તે કારકિર્દી ઘડતરમાં ઉણા ઉતરતા હોય એ સહજ બનતુ હોય છે. કોલેજ પૂરી કર્યા પછી શું કરીશ ? તે અંગે મોટાભાગનાં બાળકો પાસે જવાબ નથી. ઘણીવાર આ પ્રકારે યોગ્ય કારકિર્દી ઘડી શકાતી નથી, ત્યારે સરકારશ્રી દ્વારા કાર્યરત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં પ્લેસમેન્ટ સેલ અને કેમેસ્ટ્રી ડિપાર્ટમુન્ટનાં ડો. નવલ કપુરીયા, ડો. મનોજ ધડુક, ડો. રશ્મીબેન પટેલ, ક્રિષ્નકુમાર કરંગીયા, દ્વારા વિદ્યાભ્યાસ બાદ યુવાનો માટે કારકિર્દી ઘડતરની ખેવના કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)