ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.નાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા વિશ્વ વસ્તી દિવસની કરાઇ ઉજવણી.

જૂનાગઢ

સમગ્ર વિશ્વ ૧૧ જુલાઇને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવી રહ્યુ છે ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર ભવન દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ઓનલાઇન માધ્યમથી કરવામાં આવી હતી. વિશ્વ વસ્તી દિનની ભુમીકા અને તેના આયામો અંગે ગુજરાત યુનિ.નાં સમાજશાસ્ત્ર ભવનનાં પૂર્વ પ્રોફેસર ડો. ગૈારાંગ જાનીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક વધતી જતી વસ્તી અને તેનાથી ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવાનો છે.

વિશ્વબેંકમાં ડેમોગ્રાફર તરીકે કામ કરતા ડો. ઝકરિયા દ્વારા સૌપ્રથમ આ દિવસની ઉજવણીનું નું સૂચન કરવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન વસ્તી પાંચ અબજને પાર કરી ગઈ હતી. ૧૯૮૯ માં, યુએનડીપી (યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) ની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા દર વર્ષે ૧૧ જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રના તમામ ભાગીદાર દેશો દ્વારા અલગ અલગ રીતે છેલ્લા ત્રીસ વર્ષથી “વિશ્વ વસ્તી દિવસ” ઉજવવામાં આવે છે. આમ ૧૧ જુલાઈ ૧૯૯૦ ના રોજ આ દિવસની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વસ્તી દિવસ પાછળનો સૌથી સ્પષ્ટ ઉદ્દેશ્ય અનિયંત્રિત વસ્તી વૃદ્ધિના ઘાતક પરિણામો વિશે સૌને શિક્ષિત કરવાનો છે.

સમાજમાં જાગૃતિ દવારા લોકો વસ્તી વધારાને લીધે સર્જનાર વિવિધ મુશ્કેલીઓ વિષે સમજે, વિચારે અને વસ્તી વધારાનો દર નીચો લાવવાનો આ પ્રયાસ છે.વધુ વસ્તીના કારણે વિશ્વમાં કુદરતી સંસાધનો ખૂબ જ ઝડપથી ખતમ થઈ રહ્યા છે. આમાંના કેટલાક સંસાધનો એવા છે કે જેનો પૃથ્વી પર જથ્થો માર્યાદિત છે. જેમકે પુનઃ અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો. જેવા કે પેટ્રોલ, ડીઝલ વગેરે. તેનો જથ્થો આ સમયમાં જ ઘણી સમસ્યાઓ નિર્માણ કરી રહ્યો છે. વિશ્વ વસ્તી દિવસનું બીજું મહત્વનું પાસું સામાન્ય લોકોને ટકાઉ વિકાસ વિશે શીખવવાનું છે. વસ્તી વિસ્ફોટ દ્વારા ઉભા થતા જોખમને ઘટાડવા માટે આ એક અસરકારક રીત છે. તેનાથી આપણી ભાવિ પેઢીઓ એ જ વિશેષાધિકારો અને સંસાધનોનો આનંદ માણી શકે આમ વિશ્વ વસ્તી દિવસનો ઉદ્દેશ્ય વસ્તી વૃદ્ધિથી ઉદ્ભવતી સમસ્યાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને આ મુશ્કેલી પર્યાવરણ તથા સંસ્કૃતિની પ્રગતિને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે જાગૃતિ ફેલાવવાનો છે.વિશ્વ વસ્તી દિવસના અવસરે કુટુંબ નિયોજન, ગરીબી અને માનવ અધિકારો વિશે જાગૃતિ અને શિક્ષણ ફેલાવવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ડેવલપમેન્ટ યુએનડીપી અને અન્ય દેશો લોકોને શિક્ષિત કરવા અને વૈશ્વિક વસ્તી વૃદ્ધિને રોકવામાં મદદ કરવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન અને અમલ કરવામાં આવે છે.

પ્રો. ગૈારાંગ જાનીએ આ તકે સ્થળાંતર એ સામાજિક આર્થિક પ્રકિયા હોય સૈાથી મોટુ સ્થળાંતરણ સ્ત્રોઓમાં જોવા મળે છે, અને અસરકારક છે. યુવાનોની વસ્તીને ગુણાત્મક રીતે નિરખવી આવશ્યક અને અભ્યાસ થવો જરૂરી હોવાનું જણાવ્યુ હતુ. ભારતમાં વિશ્વ વિધવા દિવસની ઉજવણી આવકાર્ય હોવાનું જણાવ્યુ હતુ. બેટી બચાવો-બેટી પઢાવો- બેટી વધાવોની પ્રસ્તાવના રજુ કરી સ્ત્રી જન્મદર વીશે જાગૃતતા લાવવા અને જાતિય શિક્ષણ તરફેણ કરી જણાવ્યુ હતુ કે વસ્તી નિયંત્રણમાં આ મહત્વનાં પરીબળ છે. વસ્તિ નિયંત્રણમાં જ્ઞાતિ સંગઠનોનો મહત્વો ફાળો છે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદીનાં માર્ગદર્શન તળે યોજાયેલ સેમિનારમાં સંચાર માધ્યમનાં સહારે ઓનલાઇન સહભાગી બનેલ યુનિ.નાં છાત્રો, વિવિધ કોલેજોનાં પ્રોફેસરશ્રીઓ, સમાજશ્રેષ્ઠીઓને આવકારતા યુનિ. સમાજશાસ્ત્ર ભવનનાં વડા પ્રો.(ડો) જયસિંહ ઝાલાએ વસ્તી દિવસની ઉજવણીની પૂર્વ ભુમીકા આપી વર્ષ ૨૦૨૪નાં વસ્તી દિવસની થીમનાં સંદર્ભમાં જણાવ્યુ હતુ કે વિશ્વ વસ્તી દિવસનું મહત્વ એ છે કે સામાન્ય લોકોને ટકાઉ વિકાસ વિશે શીખવે છે. વિવિધ સંસ્થાઓ, NGO, શૈક્ષણિક , સામાજિક સંગઠનો દ્વારા વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરી જન જાગૃતિના અભિયાનો ચલાવવામાં આવે છે. કૂદકે ને ભૂસકે વધતી વસ્તી રોકવાના, કુદરતી સંશાધનોના માર્યાદિત ઉપયોગ કરી ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટેના પ્રયાસો અને કાર્યક્રોમો નું આયોજન આ દિવસે થાય છે.ત્યારે પ્રત્યેક છાત્રો અને વ્યક્તિઓએ વિશ્વ વસ્તી દિને વૈશ્વિક બદલાતા પ્રવાહોથી અવગત બનવુ જોઇએ.

કાર્યક્રમનું સફળ સંચાલન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સમાજશાસ્ત્ર ભવનનાં ડો. પરાગ દેવાણી અને આભાર દર્શન ડો. ઋષીરાજ ઉપાધ્યાએ કર્યુ હતુ.કાર્યક્રમમાં રજુ થયેલ પ્રશ્નોત્તરીનો સરળ રીતે સૈાને પ્રત્યુતર આપવામાં આવ્યો હતો.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)