ભગવાન જગન્નાથને 43મી રથયાત્રા ને લઈને વડોદરા શહેર સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા

ભગવાન જગન્નાથ ને 43મી રથયાત્રા ને લઈને વડોદરા શહેર સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં 1108 સામગ્રીનો ભોગ ધરાવામાં આવ્યો

આગામી સાતમી જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકરનાર છે ત્યારે વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે આજે 43મી સ્નાન યાત્રા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચ નદીના પાણી થી ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલરામ ને સ્નાન કરવામાં આવ્યા હતા.

ભગવાન જગન્નાથ ને ૧૧૦૮ સામગ્રી નો પણ ભોગ ધરાવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન જગન્નાથને સ્નાન કરાવ્યા હતા અને આજથી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ને કવોરાઇન્ટાઈન કરવામાં આવશે જેમાં આ કાર્યક્રમમાં મંદિરના મહાન અને ભક્તોએ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ને સ્નાન કરાવ્યા હતા અને ભગતોએ સ્નાન યાત્રા કરવી ને ધન્યતા અનુભવી હતી

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)