ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનોને જેવા માટે પ્રવેશબંધી.

જૂનાગઢ તા.૧૭
ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ટ્રાફિક નિયમનના હેતુસર ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનો માટે તા.૨૨-૨-૨૦૨૫ થી તા.૨૬-૨-૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડી આ પ્રતિબંધ મૂક્યો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)