ભરૂચનામાં ૬ વર્ષની સગીરા સાથે પીટીના શિક્ષકે જાતીય શોષણ અને બળાત્કાર કરવાના ગંભીર ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કારાવાસ અને ૧.૫૦ લાખનો દંડ સાથે ભોગ બનનારને ૨ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતી ભરૂચ કોર્ટ.

ભરૂચ

ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧માં વર્ષ ૨૦૧૭માં અભ્યાસ કરતી બાળકી ઉપર સ્કૂલના પીટીના શિક્ષકે પોતાની વાસના બાળકી ઉપર સંતોષી ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોય તે અંગેનો ગુનો દાખલ થયા બાદ સમગ્ર કેસ પોક્સો કોર્ટ માં ચાલી જતા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલો, પુરાવા અને મેડિકલ રિપોર્ટ રજુ કરતા આખરે નફ્ફટ શિક્ષકને ૧૦ વર્ષની કારાવાસ,૧.૫૦ લાખનો દંડ અને ૨ લાખનું વળતર ભોગ બનનારને ચૂકવવાનો હુકમ કરતા અન્ય શિક્ષકોમાં ફફડાટ મચી ગયો છે.

બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૨-૧૨-૨૦૧૭ ના રોજ ભોગ બનનાર પીડિતા સ્કૂલના ટાઈમ સવારે ૭:૩૦ થી ૧ નો હતો જેથી ફરિયાદી તેની માતા એ તે દિવસે ભોગ બનનારને સવા છ વાગ્યે પ્રાઈવેટ વાનમાં બેસાડી સ્કૂલે જવા માટે મોકલી હતી અને બપોરના આશરે ૨ વાગ્યા પછી ભોગ બનનાર બાળકી ઘરે આવેલ અને બાળકીએ તેની માતાને કહેલ કે મમ્મા એક વાત કહું છું તમે ગુસ્સે નહિ થાવ ને આવી વાત બાળકી સહજ ભાષામાં કહી હતી અને તે સમયે બાળકી ધોરણ ૧ માં અભ્યાસ કરતી હતી અને બાળકીએ તેની સાથે પીટી ના શિક્ષક પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલીયાએ કેરમની કૂકીસ મુકવાનું કીધું પછી પૃથ્વી સરે ભોગ બનનાર ને હગ કરી ગાલ ઉપર કિસી કરી તેમની પેટની ઝીપ ખોલી પછી બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની કેફિયત બાળકીએ રજુ કરતા આખરે ભોગ બનનારની માતાએ વાત સાંભળી તાત્કાલિક નજીકના પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલીયાની ઘરપકડ કરી સમગ્ર કેસની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કરી કેસ ચાલી જતા ભોગ બનનાર તરફે સરકારી મુખ્ય વકીલ પરેશ બી પંડયા હાજર થયેલ અને સમગ્ર કેસ ચલાવતા આખરે તમામ સાક્ષીઓ,મેડિકલ રિપોર્ટ તથા અન્ય પુરાવા તથા ધારદાર દલીલો રજુ કરતા આરોપીને દોષિત ઠેરવી ભરૂચ ના એડિશનલ એન્ટ ડી.સે જજ ઈ.એમ.શેખ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ૧૦ વર્ષની સખ્ત કારાવાસ ની સજા અને ૧.૫૦ લાખનો દંડ તથા ભોગ બનનારને ૨ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતા આખરે પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાનો અનુભવ કર્યો હતો.

શિક્ષકો માટે આ હુકમ ચેતવણી રૂપ : મુખ્ય સરકારી વકીલ પરેશ પંડયા

શાળામાં ધણી વખત શિક્ષકો ઉપર છેડતીની ફરિયાદ થતી હોય છે અને બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાણકારી હોતી નથી પરંતુ હાલમાં કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં પીટીના શિક્ષક બાળકી સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલાં સાથે ગુપ્તાંગ પણ ટચ કરતા હોય તેવા આક્ષેપોમાં તથા બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય શિક્ષક કરતો હોય તેવા અનેક પુરાવા અને ધારદાર દલીલો રજુ કરતા આખરે પીટીના શિક્ષકને ૧૦ વર્ષની કારાવાસ અને દંડ ફટકારી કોર્ટે સાચા અર્થમાં પીડીતી પરિવારને ન્યાય આપ્યો છે.

ભોગ બનનાર દીકરીએ પોતાની માતાને કરેલી વાતનું વિડિયો રેકોર્ડિંગ માતાએ નામદાર કોર્ટમાં રજૂ કર્યું હતું :- પરેશ બી પંડ્યા મુખ્ય સરકારી વકીલ

2017 માં ધોરણ 1ની બાળકી સાથે પીટીના શિક્ષકે કરેલું કૃત્ય ભોગ બનનારે પોતાની માતા સમક્ષ વેદના ઠાલવતા ભોગ બનનાર ની માતાએ પણ તે સમયે દીકરીનું મોબાઇલમાં કરેલું વિડિયો રેકોર્ડિંગ પણ સમગ્ર કેસમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો જેને પુરાવા રૂપી પણ મહત્વની કડી માનવામાં આવી છે અને એક માતાની સતૅકતા અન્ય વાલીઓ માટે પણ પ્રેરણા રૂપ બની રહ્યું છે અને માતાની વિડિયો રેકોર્ડિંગ પણ નામદાર કોર્ટમાં રજૂ થતા આખરે તેને ધ્યાન પર લેતા શિક્ષકનું કૃત્ય સાંભળી ન્યાયાધીશ દ્વારા પણ નરાધમ સામે તાત્કાલિક સખત 10 વર્ષની કારાવાસની કેદ અને દંડ ફટકાર્યો છે.

અહેવાલ :- નીતિન માને (ભરૂચ)