ભરૂચ :
ભરૂચની લુંટેરી દુલ્હનના શિકાર બનેલા હજી કેટલા પતિઓ આવશે બહાર ?? પોલીસ માટે બની ગયો તપાસનો વિષય
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વસંતમિલની ચાલ જૂની વાડી વિસ્તારમાં રહેતા કિશન વસાવાને એક અજાણ્યા વ્યક્તિએ ભરબપોરે જીવતો સળગાવી રફુચક્કર થવાના મામલામાં ભરૂચ પોલીસે અજાણયા વ્યક્તિને શોધી નાંખતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીની ઘરપકડ કરવામાં આવતા કિશન વસાવાના ઘરમાં દુલ્હન તરીકે કંચન વસાવાને બતાવવામાં આવી હતી અને લગ્ન માટે 1.65 લાખ રૂપિયા લીધા બાદ કંચન આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી સાથે જતી ન હોય જેના કારણે લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય અને રૂપિયા પાછા ન મળતા કંચનના પરિવારના કોઈ સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવી નવસારીથી જ પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હોવાનો થી ભાંડો ફૂટ્યો હતો. લૂંટેરી દુલ્હન કંચન તથા લગ્ન કરાવનાર શીલા તથા અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થતા જ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. અને તેઓની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સાપડી રહ્યા છે.
જયારે લૂંટેરી દુલ્હન કંચને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે લગ્ન કરી રૂપિયા પડાવ્યા છે.? તે એક તપાસનો વિષય બની ગયો છે. અને આવનાર સમય પોલીસ પકડમાં આવેલ કંચનની તપાસ દરમ્યાન બહાર આવી શકે છે.
જ્યારે કંચનના પૂર્વ પતિ ને પણ સસરાએ ભરબજારમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોય તે બાબતના ઓડિયો સાથે જમાઈએ પોલીસ ફરિયાદ આપી છે અને સાથે કંચને સંખ્યાબંધ લોકોને લગ્ન કરી છેતર્યા હોવાના ફોટા અને પુરાવા પણ જમાઈએ રજુ કર્યા છે.
કંચન રૂપિયા માટે ધણી જગ્યાએ કુંવારી બનીને ઘણા યુવકોને ફસાવ્યા છે અને રૂપિયા વસૂલ્યા છે અને હવે તો મારા સસરાએ મને જીવતો સળગાવી દેવાની ધમકી આપી છે અને મારી બંને છોકરીઓને વેચી દેવાની પણ ધમકી આપી છે. કંચન અને શીલા સાથે આખી ગેંગ કુંવારા પુરુષોને ભોગ બનાવી રહ્યા છે અને અત્યારે ભરૂચમાં જે નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે અને ત્યાર બાદ કંચન મારી પત્ની કેટલા લોકો સાથે લગ્ન કરી ચુકી છે તેની તપાસ કરતા તેના મોબાઈલ માંથી ઘણા પુરુષો સાથેના ફોટા અને કંચનના લીધે ભોગ બનેલા લોકોએ આપઘાત પણ કર્યો હોવાના વિડીયો પણ મળી આવ્યા છે અને મારી દીકરીઓને કંચનને તેની ગેંગ વેચી દેશે તેવી ધમકી આપી રહ્યા છે.
હવે જોવું રહ્યું કે લૂટરી દુલ્હન કંચન આણી મંડળીએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે ? અને ભોગ બનનારાઓનું લીસ્ટ કેટલું લાંબુ બની શકે છે. તે પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.
નીતિન માને – ભરૂચ