ભરૂચ
ભરૂચ એ ડિવિઝન પોલીસ પાંચબત્તી વિસ્તારમાં તપાસમાં હતી અને તે દરમ્યાન બુલેટ ચોરીનો આરોપી ફોર વ્હીલર ગાડીમાં પસાર થવાનો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તે દરમ્યાન એક ફોર વ્હીલર ગાડી નંબર વગરની અને ગાડીમાં પ્રેસનું પાટિયું લગાડેલું હોય તે ગાડી રોકી તેના ચાલકનું નામ પૂછતાં જલાલદીન અલીભાઈ સૈયદ રહે.મૂળ કરજણ તાલુકાના માકણ ગામનો અને હાલ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના અસ્મા પાર્ક સોસાયટીનો હોવાનું તેમજ પોલીસે તપાસ કરતા આજ કાર ચાલકે ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં બુલેટ ચોરી કરી હોવાનું ફલિત થતા તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે મોબાઈલમાં દેશી બનાવટની પિસ્તોલ જોઈ ચાલક જલાલઉદીન અલીભાઈ સૈયદની કડકાઈ થી ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા કારમાં સ્ટિયરિંગ નીચે ડેક્સ બોર્ડના ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમ્યાન ફોર વહીલર નંબર પ્લેટ વગરની હોય અને તેનો નંબર તપાસવામાં આવતા જીજે 05 જેડી 9595 હોવાનું સામે આવતા ત્રણ લાખની ફોર વહીલર ગાડી,30 હજારની એક દેશી બનાવટી પિસ્તોલ મળી કુલ ૩,૩૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ આરંભી હતી.
અહેવાલ :- નીતિન માને (ભરૂચ)