ભરૂચમાં ભાજપને કેમ છે નુકસાન..?

ભરૂચ

ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં ઘણા મતદારો સુધી ભાજપની સ્લીપો ન પહોંચી હોવાના ફોટા વાયરલ, ભાજપના જ લોકોએ ભાજપને પછાડવા માટેના ષડયંત્ર અંગેના ઘણા ચોકાવનારા અહેવાલો..

 

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપને આ વખતે જીતવો મુશ્કેલ બની ગયું છે પરંતુ તેની પાછળ ઘણા ભાજપના હોદ્દેદારો પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે ઘણા ભાજપના લોકોએ પોતાના મતવિસ્તારમાં મતદાન સિલીપનું વિતરણ ન કરી પસ્તી રૂપે નિકાલ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે ફોટા અને વિડિયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે,

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ગઢમાં મતદાન ઓછું થવા પાછળનું કારણ શું? આ પ્રશ્ન આજે લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે ભાજપના જ ઉમેદવારને પછાડવા માટે પણ ઘણા ભાજપના નેતાઓએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની માત્રા ચર્ચા સાંભળી હતી પરંતુ હવે તો મત ગણતરી બાદ એક પછી એક ભાંડા ફૂટી રહ્યા છે જેમાં ભરૂચ નગરપાલિકાના કેટલાય મત વિસ્તારમાં ભાજપના મતદાનની સીલીપો મતદારો સુધી પહોંચાડવામાં આવી જ નથી અને પસ્તી રૂપે નિકાલ કરવામાં આવ્યો હોવાના પણ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે જેના પગલે ભાજપની ભૂંડી ભૂમિકા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ પરાજીત થાય તો જવાબદાર કોણ આવા પ્રશ્નો ઊભા થયા છે,

અત્રે ઉલ્લેખની આ બાબતે પણ છે કે ઘણા ભાજપના અગ્રણીઓને ઉમેદવાર તરફથી મહેનતાણું ન ચૂકવ્યું હોવાના કારણે પણ ભાજપની સિલિપો ન પહોંચાડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે સાથે વોર્ડ નંબર 8 માં પણ જમવાના વિવાદમાં એક અનુસૂચિત જાતિનો પાર્ટીનો જ હોદ્દેદાર ઉમેદવાર પાસેથી 5 આંકડામાં રકમ વસૂલી લાવ્યો હોવાનું પણ ચર્ચાસ્પદ બની ગયું છે ભાજપની મતદાર સીલીપોનુ વિતરણ ન થયું હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.

અહેવાલ :- નીતિન માને (ભરૂચ)