ભરૂચ જિલ્લાના દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટટમાં આવેલ જીએફએલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના ? ચાર કામદારોના મોત.

ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને આગ અને ગેસ ગળતર ની ઘટનાઓ સામે આવી રહી છે. દહેજની જીએફએલ કંપનીમાં શનિવારની રાત્રે ગેસ ગળતરની ઘટના સામે આવી હતી.જેમાં ગેસ લાગતાં ચાર કામદારોના મોત થયા હોવાની માહિતી સાપડી રહી છે. જ્યારે દહેજની જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં વાલ્વ લીકેજ થતા કામદારોને ગેસ લાગ્યો હતો.

કંપનીમાં ગેસ ગળતરની ઘટના થી કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઇજાગ્રસ્તો ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચાર કામદારોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને કંપની દ્વારા મૃતકોના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું છે. હાલતો દહેજ પોલીસે મૃતકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે છાસવારે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં થતાં અકસ્માતોમા યુવા કામદારોના મોત કંપનીઓમાં કામદારોની સુરક્ષાને લઈ મોટા સવાલો ઉભા કરી રહ્યા છે.

શું દહેજની જીએફએલ કંપની પર જીપીસીબી કલોઝર નો કોરોડો ઉગમશે ? આખરે કોણી નિષ્કાળજી ના કારણે યુવા કામદારોએ જીવ ગુમાવ્યો ? ક્યારે થમસે ઉદ્યોગોમાં યુવા કામદારોના મોતનો સિલસિલો ? ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષાને લઈ લાપરવાહી કેમ ?

અહેવાલ:- નીતિન માને (ભરૂચ)