ભરૂચ જિલ્લો ઉદ્યોગ નગરી સુરક્ષાના નામે મીંડુ

એક અઠવાડિયામાં 2 દુષ્કર્મ 1 છેડતી અને 1 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ.. ક્યાં છે મહિલા અને બાળકીઓની સુરક્ષા..?

ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં નરાધમના કૃત્યથી આઠ દિવસની સારવાર બાદ સગીરાએ દમ તોડ્યો..

આમોદના એક ગામમાં નરાધમે બીજી વખત 72 વર્ષની વૃદ્ધા ઉપર દુષ્કર્મ કર્યુ.

ભરૂચ શહેરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તો તેનાથી 100 મીટરની હદમાં મહિલા પાસે અભદ્ર માંગણીની ફરિયાદ..

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે પરંતુ હવે ઔદ્યોગિક નગરી માં સ્થાનિકો કેટલા સુરક્ષિત તેવા પ્રશ્નો વચ્ચે હાલ એક અઠવાડિયામાં જ ભરૂચ જિલ્લામાં 2 દુષ્કર્મ એક છેડતી અને એક સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ ગઈ છે અને એક દુષ્કર્મ માં તો એક જ નરાધમે બીજી વખત ભોગ બનનાર ઉપર દુષ્કર્મ આચર્યું હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવ્યા છે.

આમ તો ભરૂચ જિલ્લાને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે અનેક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે જેના કારણે ઉદ્યોગ નગરીમાં પરપ્રાંતીય લોકો મોટા પ્રમાણમાં રોજગારી મેળવતા હોય છે અને આ રોજગારી મેળવતા પરપ્રાંતીઓને સ્થાનિકો જ આશરો આપતા હોય છે ભરૂચ જિલ્લાની અને એક ઔદ્યોગિક નગરીમાં ખુલ્લી જગ્યામાં લોખંડના મોટા શેડ ઉભા કરી પરપ્રાંતીઓને ભાડેથી ખોલી આપી રૂપિયાની કમાણી કરવામાં આવે છે પરંતુ સ્થાનિક લોકોની શું દશા ઉભી થશે તેનો ખ્યાલ આવતો નથી ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી 8 તાલુકામાં ઉદ્યોગ નગરીઓ સ્થપાયેલી છે અને તમામ ઉદ્યોગ નગરીમાં સૌથી વધુ પરપ્રાંતીય લોકો આશરો મેળવી રોજગારી મેળવી રહ્યા છે.

ભરૂચ જિલ્લાની તાજેતરમાં જ એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો પ્રથમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય નરાધમ વિજય પાસવાને પોતાના જ વિસ્તારની માત્ર 10 જ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કરી તેણીના ગુપ્તાગોમાં લોખંડનો સળીયો નાખી તેને ગંભીર ઇજા કરી લોહી લુહાણ અવસ્થામાં કરી હતી અને ભોગ બનનાર સૌ પ્રથમ સારવાર માટે ઝઘડિયા હોસ્પિટલ બાદ અંકલેશ્વર અને ભરૂચ પછી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણે આઠ દિવસ જીવન મરણ વચ્ચે રહ્યા બાદ અંતે દમ તોડ્યો હતો અને નરાધમ સામે વધુ હત્યાની કલમ ઉમેરો કરવાની કવાયત પોલીસે પણ શરૂ કરી હતી અને ભોગ બનનારે દમ તોડતા માત્ર ભરૂચ જિલ્લો જ નહીં સમગ્ર ગુજરાતમાં લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પણ એક ગામમાં 72 વર્ષની વૃદ્ધા ઉપર આજથી દોઢ વર્ષ પહેલા શૈલેષ રાઠોડ નામના નરાધમે દુષ્કર્મ આંચળ્યું હતું અને તે સમયે પણ વૃદ્ધાને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેણીને સારવાર અર્થે ખસેડ્યા બાદ નડાધમ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં રહ્યા બાદ તેને જામીન મળતા આજ નરાધમે પોતાની હવસ પૂનઃ વૃદ્ધા ઉપર સંતોષવા માટે મોડી રાત્રીએ ફરી વૃદ્ધા ના ઘરે પહોંચી તેણીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું જેના પગલે સમગ્ર મામલો પુનઃ ભોગ બનનાર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. મહિલાની ફરિયાદ દાખલ કરી નરાધમને શોધવા માટે ભરૂચ જિલ્લાની એસોજી એલસીબી સ્થાનિક પોલીસ સહિત 80 જેટલા પોલીસ જવાનોની વિવિધ ટીમ સાથે ડ્રોન ની નજરે ઘટના સ્થળ ની આજુબાજુના તમામ ખેતરોને ખેડી વળી ડ્રોન ની નજરે આખરે કેળવાળા ગામના એક ખેતરમાંથી નરાધમ શૈલેષ રાઠોડ ને ઝડપી પાડી તેનું જૂલુસ કાઢી ઘટના સ્થળ ઉપર રિ કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને જાહેર માર્ગ ઉપરથી નરાધમનું જુલુસ નીકળતા લોકો પણ તેને જોવા ઉમટ્યા હતા.

ભરૂચ શહેરમાં પણ 2 વિસ્તારોમાં એક અનોખી ઘટનાઓ બની છે જેમાં ધાર્મિક મંદિર નજીક જ એક મહિલા પોતાના ઘરમાં રહેતી હતી તે દરમિયાન નજીકમાં રહેતા નરાધમે મહિલાનો દરવાજો ખખડાવી દરવાજો ખોલવાનું કહેતા મહિલાએ કહ્યું શું કામ છે મારે તારી સાથે શરીર સંબંધ બાંધવા છે તેમ કહેતા જ મહિલા પણ અચંબામાં મૂકાઈ ગઈ હતી અને તાત્કાલિક બુમાબૂમ કરી 181 અભયમ ટીમનો સહારો લીધો હતો અને ટીમે પણ સ્થળ ઉપર દોડી આવી મહિલાને સુરક્ષિત પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલા સાથે અભદ્ર માંગણી કરનારને ધરપકડ કરી કાર્યવાહી કરી છે .

હજુ નજીકના વિસ્તારની સાહિત સુકાતી નથી ત્યાં જ માત્ર 100 મીટરની હદમાં જ 17 વર્ષીય કિશોરે વિસ્તારના જ 9 વર્ષના સગીર બાળકને લઈ જઈ અવાવરૂ જગ્યા ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જ ભોગ બનનાર બાળકે બૂમબરાડા કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંનેને ઝડપી પાડી તેમના પરિવારજનોને બોલાવી પોલીસ મથકે લઈ જવામાં આવતા પોલીસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 17 વર્ષીય કિશોર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ભરૂચ જિલ્લો ભલે ઔદ્યોગિક નગરીથી સમગ્ર ગુજરાતમાં ગુંજતો હોય પરંતુ ભરૂચ જિલ્લો હવે સુરક્ષિત નથી તેઓ અનુભવ આજે પણ ભરૂચ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે જે પ્રકારે ભરૂચ જિલ્લામાં ઉપરાછાપરી ગુનાઓ નોંધાઈ રહ્યા છે તે મુજબ ગુજરાત સરકાર ઉપર પણ અનેક પ્રહારો થઈ રહ્યા છે સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં નિર્ભર્યા કાંડ જેવો જ કાંડ ભરૂચ જિલ્લામાં થયો હોય અને તે પીડીતાએ આખરે દમ તોડી દેતા ઠેર ઠેર મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ થકી નરાધમો ને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી રહી છે.

ભરૂચની રાજા-રાણી બેકરીમાં આશરો મેળવનાર વિધર્મી જ વિસ્તારની હિન્દુ સગીરાને ભગાડી જતા બનેવી સાથે બેની પંજાબથી ધરપકડ

એક મહિના અગાઉ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રાજા-રાણી બેકરી ચલાવવામાં આવે છે અને તેમજ પરપ્રાંતીઓને આશરો આપવામાં આવ્યો હતો જેમાંનો વીધર્મી મહંમદ અરબાઝ અન્સારી બનેવી મહંમદ તાસીર અન્સારીની મદદથી હિન્દુ સગીરાને ભગાડી જતા આખરે પોલીસે આરોપીઓને પંજાબથી દબોચી લાવી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવતા વધુ પોકસો બળાત્કાર એટ્રોસિટી અને અપહરણની કલમનો ઉમેરો કરી નરાધમ વિધર્મી તથા તેના બનેવીને જેલ હવાલે કરવામાં ભરૂચ સી ડિવિઝન પોલીસને સફળતા મળી ગઈ છે.

અમારા વિસ્તારમાં તો બાળક પણ સુરક્ષિત નથી :- સ્થાનિક રહીશ

ભરૂચના એક વિસ્તારમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃતિઓની ઘટેલી ઘટનામાં એક મહિલાએ તો કહ્યું હતું કે અમારા વિસ્તારમાં તો હવે બાળકો પણ સુરક્ષિત નથી એક બાળક સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે જ વિસ્તારના જ 17 વર્ષીય કિશોરે તે બાળકને લઈ જજે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું એટલે હવે અમારે બાળકોને સ્કૂલ સુધી જાતે જ મૂકવા જવું પડે તેવી નોબત આવી ગઈ છે તેવું સ્થાનિકો અનુભવ કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો ભલે સ્થપાય પણ સ્થાનિકોની સુરક્ષા શું :- ગામનો રહીશ

ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પૈકી 8 તાલુકામાં ઉદ્યોગો સ્થપાયેલા છે અને ઉદ્યોગોમાં હજારો પરપ્રાંતીય લોકો રોજગારી મેળવવી રહ્યા છે પરંતુ સ્થાનિકોની સુરક્ષાને લઈ સવાલો ઉભ થઈ ગયા છે ભરૂચ જિલ્લાના ઘણા ગામોમાં તાલુકાઓમાં ઉદ્યોગમાં નોકરી કરતા પણ તેઓને લોખંડના શેડ ઉભા કરી તેમને આશરો આપવામાં આવે છે જેના કારણે સ્થાનિક રહીશોના બાળકો અને બાળકીઓની સુરક્ષાઓને લઈને પણ હવે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

રાજા રાણી બેકરી તોડવાનો હુકમ 2011 માં થયો છતાં તંત્ર ઊંઘતું.. બેકરી દૂર કરવાનું મુહૂર્ત નીકળતું જ નથી :- સ્થાનિકો

ભરૂચ ના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત લોકોના રહેણાંક વચ્ચે એક મોટી બેકરી ચાલી રહી છે અને આ બેકરી અગાઉ 2011 – 12 માં તોડવાનો હુકમ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તંત્ર પાસે બેકરી તોડવાનો સમય ન હોય દબાણ દૂર કરવાનો સમય ન હોય જેના કારણે આ જ બેકરીમાં રહેતા વિધર્મીએ વિસ્તારની જ હિન્દુ અનુસૂચિત જાતિની સગીરાને ભગાડી ગયો છે હજુ પણ જો આ બેકરી દૂર કરવામાં નહીં આવે અને આ બેકરી ચલાવવામાં આવશે તો વિસ્તારના લોકો માટે જોખમ કારક હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

અહેવાલ:- નીતિન માને (ભરૂચ)