ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી કર્યો આપઘાત. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે.

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી કર્યો આપઘાત. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે.

ભરૂચ :

ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે થી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે.

 

ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. અને આ ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. જ્યારે ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટ વાળા મૃત્યુ પામ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. સાથે પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો ગયા છે.

 

અહેવાલ :- નીતિન માને ( ભરૂચ )