ભરૂચ બહુમાળી બિલ્ડિંગમાં સુરત એન્ટી કરપ્શનના ધામા

ભરૂચ

ભરૂચ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીમાં મદદનીશ નિયામક સવા લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાયા, અધિકારીએ નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટનાં નકશા મંજૂર કરવા માટે માંગી હતી લાંચ..

ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન પણ સજ બની છે જેમાં ભરૂચ ની બહુમાળી બિલ્ડિંગના અધિકારીએ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા માટે લાંચ ની માંગણી કરી હોય અને લાંચ ની રકમ સ્વીકારતા જ સવા લાખ રૂપિયા ની લાંચ લેતા અધિકારી સુરત એન્ટીકરપ્શનના છટકામાં ઝડપાઈ જતા અધિકારીઓમાં ખળભળાટ ટ મચી ગયો છે,

ભરૂચની બહુમાળી બિલ્ડિંગમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી આવેલી છે જેમાં વર્ગ-૨ ના મદદનીશ નિયામક જીગરભાઈ જગદીશચંદ્ર પટેલનાઓએ અરજદાર નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટ નકશા મંજૂર કરાવવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી જે અરજીમાં કેટલીક ક્ષતિઓ કાઢી આરોપી અધિકારી જીગર પટેલે નકશો પાસ કરાવવા અને ફેક્ટરી ખોલવા માટે બધું થઈ જશે પરંતુ 1 લાખ 25 હજાર રૂપિયા આપવા પડશે જે લાંચ ની રકમ અરજદાર ચૂકવવા તૈયાર ન હોય અને ભ્રષ્ટાચારી અધિકારીની અરજદારે સુરત એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી હતી,

સુરત એન્ટી કરપ્શનને પણ સંપૂર્ણ પ્રકરણમાં લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું અને આજે બપોરના સમયે અરજદાર અધિકારીને લાંચ ની રકમ ₹1,25 હજાર રૂપિયા ચૂકવવા પહોંચતા જ રૂપિયા સ્વીકાર્યા બાદ સુરત એન્ટીકરપ્શન ના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે અધિકારી પાસેથી લાંચની રકમ સવા લાખ રૂપિયા મળી આવ્યા હતા અને લાંચ સ્વીકારી હોવાની કબુલાત થતા જ સરકારી અધિકારીઓમાં પણ મચી ગયો હતો.

અહેવાલ :- નીતિન માને (ભરૂચ)