ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ રૂપિયા ૫૦૪૬૫ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લઇને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો..

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના પાણેથા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે પાણેથા ગામના અજયભાઇ ખોડાભાઇ વસાવાએ તેના ઘરના પાછળના વાડામાં બાથરૂમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડેલ છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા બાથરૂમના ભાગેથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલ નંગ- ૨૨૦ જેની કિંમત રૂપિયા ૫૦,૪૬૫ ની મળી આવેલ હતી. એલસીબીની ટીમે દારૂનો આ જથ્થો કબજે લઇને આ ગુના હેઠળ અજયભાઇ ખોડાભાઇ વસાવા રહે.ગામ પાણેથા તા.ઝઘડિયાનાને ઝડપી લઇને અન્ય એક ઇસમ મહેશભાઇ રાઠવા રહે. છોટાઉદેપુરનાને વોન્ટેડ જાહેર કરીને ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. સદર કામગીરી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એમ.એમ.રાઠોડ તથા સ્ટાફ જયરાજભાઇ, સંજયભાઇ, મનહરસિંહ, દિપકભાઇ તેમજ ધૃવિનભાઇ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

 

અહેવાલ :-નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)