ભવનાથ મહાશિવરાત્રીનાં મેળામાં લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે નિઃશુલ્ક ચા- નાસ્તાની અવિરત સેવાસ્ટોલ.

જૂનાગઢ તા. ૧૮, આગામી ૨૬ ફેબ્રુઆરીનાં મહાશિવરાત્રીનું મહાપર્વ આવી રહ્યુ છે. આ પર્વે જૂનાગઢનાં આંગણે ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળામાં ભારતભરમાંથી ભાવીકો ભવનું ભાથુ બાંધવા પધારતા હોય છે. ત્યારે ભાવીકોની સેવા સહુલીયત માટે અનેક અન્નક્ષેત્રો, સેવા સંસ્થાઓ અવિરત સેવાક્ષેત્રે કાર્યરત હોય છે. જૂનાગઢ મહાનગરપાલીકા નાં કમીશ્નરશ્રી ઓમપ્રકાશ અને સઘળી ટીમ, જિલ્લા સમાહર્તા અનિલકુમાર અને વહીવટીતંત્રનાં અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ વિભાગનાં સુરક્ષા કર્મચારીઓ ખડેપગે સેવામાં કામ કરતા હોય છે. પશ્વિમ ગુજરાત વિજ કંપની, આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માહિતી ખાતુ અને પંચાયત વિભાગ, વન વિભાગનાં કર્મયોગીઓ રાઉન્ડ ધી ક્લોક સેવામાં પોતાનું યોગદાન જોડતા હોય છે. પરિવહન માટે રેલ્વે અને ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગ પણ આ દિવસોમાં સુંદર વ્યવસ્થા આયોજીત કરી યાત્રીકોને વધુ સંગીન સવલત પુરી પાડે છે. ત્યારે જૂનાગઢમાં વસતા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટનાં યુવાનો દ્વારા દત્ત ચોકમાં ભાવીકોને દરરોજ નવા નવા પ્રકારનાં અલીમીટ નાસ્તાઓની ડીસ પીરસતા રહેશે,

મેળામાં એકપણ પળ બંધ રાખ્યા સિવાય અવિરત ચા સ્ટોલ કાર્યરત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે મેળામાં ખોડીયાર રાસ મંડળ, આપાગિગાના ઓટલાનું અન્નક્ષેત્ર, ઉપરાંત માં વિવિધ ઉતારા મંડળ, સેવાભાવી સંસ્થાઓ, વ્યક્તિઓ, સાધુ, સંતો, આશ્રમો, અખાડાઓનાં અન્નક્ષેત્રો મેળામાં પધારેલ ભાવીકોને મનભાવન ભોજન પિરસતા રહેશે, આવી જ રીતે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ અને ભોજલરામ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રમાં દર વર્ષે લાખો ભાવીકોને ભોજન પિરસાતુ રહ્યુ હતુ. પરંતુ દત્ત ચોકમાં નાસ્તારૂપે જો ભોજન પીરસાય તો વધુ લોકોને જરુરત મુજબ નાસ્તો મળે તેવા અનુભવે આ વર્ષે નાસ્તા અને ચાની સેવા શરૂ કરવામાં આવશે. આ માટે પરેશભાઇ ડોબરીયા, હરેશભાઇ કાવાણી, દિલીપભાઇ રાબડીયા, મનસુખભાઇ ક્યાડા અને લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની ટીમ સેવા માટે તૈયાર છે. અને રોજે રોજ નવા નવા પ્રકારનાં નાસ્તાની ડીસ દ્વારા ભાવીકોને ભોજન સેવા થતી રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)