ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો ડ્રગ્સનો સોદાગર પુત્ર પકડાયો.

સુરત :

સુરતની હોટેલમાંથી 3 અઠવાડિયા પહેલાં રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સચિનની કપલેથા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. રવિવારે સવારે ઉધના દરવાજાની હોટેલમાંથી ચેતન શાહુ 35 લાખના એમડી સાથે પકડાયો તેના એક દિવસ પહેલાં મોહંમદ રેહાન અંસારી તેની પાસેથી 50 ગ્રામ એમડી લઈ આવ્યો હતો.

પોશ વિસ્તારોમાં એમડી ડ્રગ્સ વેચાતુ

આ ડ્ર્ગ્સ રાત્રે તેના પન્ટરો મારફતે સારા ઘરના નબીરાઓને વેચી માર્યું હોવાની વાત સામે આવી છે. ખરેખર આ કેસમાં પોલીસ મોહંમદ રેહાનની કોલ ડિટેઇલની તપાસ કરે તો શહેરના પોશ વિસ્તારમાં રહેતા મોટા ઘરના નબીરાઓનાં નામો સામે આવી શકે એમ છે. કેમ કે રેહાન ખાસ કરીને શહેરના પોશ વિસ્તારોમાં એમડી ડ્રગ્સ વેચાણ કરતો હોવાની વાત સામે આવી રહી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)