આજરોજ પૂર્વ મેયર અને કડિયા સમાજના ભામાશા અ.ની. શ્રી ધીરુભાઈ ગોહેલના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કડિયા સમાજના લોકો સાથે મુલાકાત કરી,સાથે ચૂંટણી ઇન્ચાર્જ શ્રી કમલેશભાઈ મીરાણી તથા શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા,
આતકે કડિયા સમાજ જૂનાગઢના પ્રમુખ શ્રી વિવેકભાઈ ગોહેલ દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવેલું, સાથે પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી જે કે ચાવડા, તથા કડિયા સમાજના ખજાનચી શ્રી કિશોરભાઈ ચોટલીયા, મંત્રી શ્રી દિનેશભાઈ કાચા, ટ્રસ્ટીશ્રીઓ તથા વિભાગીય પ્રમુખશ્રીઓ તથા શ્યામ મહિલા મંડળના હોદ્દેદારો, તથા શ્યામ યુવા સંગઠનના હોદ્દેદારો તથા સેવા સંસ્થાના પ્રમુખશ્રી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આદરણીય રત્નાકરજી સાથે મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલ અન્યાય બાબતે આગામી સમયમાં ન્યાય મળે તે બાબતની પોઝિટિવ ચર્ચાઓની આપ-લે કરવામાં આવી હતી,
અંતમાં રત્નાકરજીએ સમાજના સૌ આગેવાનોને આશ્વાસન પૂરું પાડ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)