ભાજપના MLA કાનાણીનો GCAS પોર્ટલ મુદ્દે CMને પત્ર લખ્યો.

સુરત :

સરકારની નીતિઓ સામે દબંગની જેમ પડતાં સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી મેદાને આવ્યાં છે. આ વખતે GCAS પોર્ટલ મુદ્દે CMને પત્ર લખ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાયને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન એડમિશન પ્રક્રિયાને લઈને થઈ રહ્યાં છે. તે દૂર કરવા માટે પત્ર લખ્યો છે. જેમાં વચેટીયાઓ ઉભા થતાં ભ્રષ્ટાચારને વેગ મળી રહ્યો હોવાની વાત કરાઈ છે.

ગેરરીતિ સામે આંખ આડા કાન

VNSGU અને કોલેજ જતાં વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ પરથી થતું હોવાનું કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી. તેમ કહી હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે.સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પધ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટીયાઓ ઉભા થતા ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણા પણ ખંખેરવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઉભી થઇ. VNSGU દ્વારા એકમાત્ર DRB કોલેજ પુરતી કમિટી બનાવી બાકીની સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલી પ્રવેશની ગેરરીતિ સામે આંખ આડા કાન કર્યા છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)