ભાજપ નું સદસ્યતા અભિયાન શરૂ ભાવનગર મહાનગરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે અભિયાન ખુલ્લું મુક્યુ.

ભાવનગર

બીજી સપ્ટેમ્બરથી ભાજપ નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે , વિશ્વની સૌ થી મોટી પાર્ટીના બંધારણ મુજબ દર ૬ વર્ષે સદસ્યતા અભિયાન કરવામાં આવે છે .

બીજી તારીખથી શરૂ થયેલ ભાજપ સદસ્યતા અભિયાનમાં જે.પી.નડ્ડા દ્વારા દેશના પ્રધાનમંત્રી ને ભાજપના સદસ્ય બનાવી આ અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એન ત્યાર બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રાજ્યમાં સદસ્ય બનાવિ ગુજરાત માટે ખુલ્લું મુકાયું જેને લઈ ભાવનગર મહાનગરમાં આ અભિયાન ને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર જાણકારી આપતા કહ્યું કે ૧૭૦૦૦ થી વધુ સદસ્ય બની ચૂક્યા છે અને સક્રિય કાર્યકરે ૧૦૦ સદસ્ય બનાવા હોય છે તેનો આંકડો પણ ૨૫ છે .

આ પ્રસંગે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા વધુ જાણકારી આપતા કહ્યું દેશ અને વિશ્વ ની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી હોવાના કારણે આ એક બંધારણીય પ્રક્રિયા છે જે દર ૬ વર્ષે કરવામાં આવે છે અને દર ત્રણ વર્ષે તેમાં ૨૦ ટકા નો વધારો કરવામાં આવે છે .
આ પ્રેસ કોન્ફરન્સમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, સદસ્યતા અભિયાનના સૌરાષ્ટ્રના સંયોજકો કમલેશભાઈ મીરાણી સહિત ભાજપ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

અહેવાલ :-સિદ્ધાર્થ ગોઘારી ભાવનગર