ભાણવડ, 2025 –
બરડા ડુંગર વિસ્તારમાં નશા વિરુદ્ધ કડક કાર્યવાહી હેઠળ LCB પોલીસએ રાણપર ગામમાં વિશાળ દરોડો ચલાવ્યો. આ કાર્યવાહી દરમિયાન 1250 લીટર દેશી દારૂ અને 37 નંગ ગોળી પાઉચ ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસે બન્ને બોટલો ભરેલા દારૂ અને ગોળી સાથે એક બોલેરો અને બાઈક પણ કબ્જે કર્યા છે. દરોડા વખતે આરોપીઓ ફરાર થઇ ગયા હતા, જે કારણે પોલીસ તત્કાળ તેમના પકડા માટે ચક્રો ગતિમાન કરી દીધી છે.
આ ઘરમાંથી કુલ 7 લાખ 17 હજાર રૂપિયાનું મુદ્દામાલ મળ્યું છે. ઘટના સંબંધિત ખીમા શામળા અને ટપુ મોરી નામના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને પોલીસની સખત કામગીરીને લઈને લોકોને રાહત મળી છે.
સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા