ભાદરવી પૂનમ મહામેળો 2024 ના આયોજન અંતર્ગત સચિવશ્રી રાજેન્દ્રકુમારે અંબાજી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી.

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

અંબાજી

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12 થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાનાર છે. જે અંતર્ગત આજરોજ સચિવશ્રી (પ્રવાસન અને દેવસ્થાન) રાજેન્દ્રકુમારના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિરના મીટીંગ હોલમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં સચિવશ્રીએ સમગ્ર મેળાના આયોજન અંગે સમીક્ષા કરી હતી.

યાત્રિકોની સલામતિ, સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન

સચિવશ્રી રાજેન્દ્રકુમારે ભાદરવી પૂનમ મહામેળામાં આવનાર યાત્રિકો માટે સલામતિ, સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ જિલ્લા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સાથે હાલમાં અંબાજી ખાતે ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની સ્થળ મુલાકાત કરી હતી.

બેઠકમાં સચિવશ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર શ્રી આર.આર.રાવલ, વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી તથા અન્ય અધિકારી/કર્મચારીઓ બેઠકમાં હાજર રહેલ.

અહેવાલ:- ગુજરાત બ્યુરો