ભાયાવદરના ઢાંક ગામની સીમેથી વિદેશી દારૂ પકડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી

રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે ઢાંક ગામની કોબા વિસ્તાર ની સીમે ઓરડી પાસેથી વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો પકડ્યો છે.

પોલીસે દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 996 બોટલ વિદેશી દારૂ સાથે ₹5,95,200 જેટલાં મુદામાલ સાથે ઢાંક ગામના કેતન લુણશિયા નામના શખ્સને ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહી દારૂના કડક વિરોધ અને દારૂના કાળા ધંધાને રોકવા માટેની પોલીસની સતત કામગીરીમાં એક મહત્વપૂર્ણ સફળતા ગણાય છે.

આરોપી વિરુદ્ધ કાયદા મુજબ ગુનો નોંધાઈ, આગળની તપાસ ચાલુ છે.