ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

કેશોદ:
કેશોદ શહેર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એક વિશેષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ દેશના સૈનિકો અને યુદ્ધમાં ઘવાયેલા જવાનો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જેમણે દેશના રક્ષણ માટે પોતાની પ્રાણોની ચિંતા કર્યા વિના યુદ્ધ લડ્યા છે.

વિશ્વસ્તરે યુદ્ધના આ ભીષણ સમયગાળામાં દેશવાસીઓના રક્ષણ માટે લોહીની જરૂરીયાતો વધી રહી છે. આ ધ્યેય સાથે, પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચના મુજબ, આ જેમ્સ રક્ત દાન કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કેમ્પમાં વિધાન સભા 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ, નગર સેવા સદન પ્રમુખ મેહુલ ગોંડલીયા, શહેર પ્રમુખ હિરેન ભોરણીયા, તેમજ BJP ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

આ કેમ્પમાં 40 બોટલના રક્તદાનનો ઉમદા આહરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઘવાયેલા જવાનો અને નાગરિકોને થતી આપત્તિ સમયે મદદ પહોંચાડવાનો હતો.

અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ