સાબરકાંઠા
ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના અનુસાર સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડબ્રહ્મા શહેર તાલુકા મંડળની કાર્યશાળl ખેડબ્રહ્મા જુના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ.જેમાં જિલ્લાના મહામંત્રી લુકેશભાઈ સોંલકી, સદસ્યતા અભિયાનના જિલ્લા સંયોજક અશ્વિનભાઈ પટેલ, જિલ્લા સોશિયલ મીડિયાના અસીમભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ મૂળજીભાઈ પટેલ, રવિન્દ્રભાઈ બારોટ, સરકારી આગેવાન જશુભાઈ પટેલ,બંને મંડળના પ્રમુખો સુરેશભાઈ પટેલ, અરવિંદભાઈ રાવલ, મંડળના મહામંત્રીઓ, એ.પી.એમ.સીના નવ નિયુક્ત ચેરમેન હીરાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સદસ્યતા અભિયાનના પ્રારંભમાં સ્વાગત પ્રવચન શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલે કર્યું હતું સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત સોશિયલ મીડિયાના અસીમભાઈ પટેલે પ્રોજેક્ટર દ્વારા તમામ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સંયોજકો પ્રભારીઓની વિગતવાર માહિતી આપી હતી. આગામી 2સપ્ટે 2024 રાષ્ટ્રીય પ્રમુખ.જે. પી નડાજી દેશના પ્રથમ નાગરિક અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રાથમિક સદસ્ય તરીકે નોંધી કાર્યક્રમનું શુભારંભ કરાવશે ત્યારથી 8800002024 નંબર પર મિસ કોલ કરી દરેક બુથના ઇન્ચાર્જ સદસ્યોએ 100 સભ્યો.ફરજિયાત નોંધણી કરવાની રહેશે સદસ્યતા નોંધણી નિશુલ્ક રહેશે દરેક બુથમાં ત્રણ સદસ્યોએ 300 વ્યક્તિઓને પ્રાથમિક સભ્ય બનાવવાના છે ત્યાર બાદ સક્રિય સભ્ય બનાવાવાનું રહેશે.
સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત 4,00,000 થી વધુ સભ્યો બનાવવાનું ટાર્ગેટ પાર્ટી દ્વારા આપવામાં આવેલ છે જિલ્લાની ચાર વિધાનસભા સીટ એક સીટ 1 લાખ સદસ્ય નોંધવાના રહેશે તેઓએ વિગતવાર માહિતી આપી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ એ કર્યું હતું અને અંતમાં આભાર વિધિ સુરેશભાઈ પટેલે કરી હતી.
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (ખેડબ્રહ્મા)