ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘જ્ઞાન પોસ્ટ’ ની નવી સેવા શરૂ

જૂનાગઢ, તા. ૭:
ભારતીય ટપાલ વિભાગે તારીખ ૧/૫/૨૦૨૫થી ‘જ્ઞાન પોસ્ટ’ નામે એક નવી ટપાલ सेवा શરૂ કરી છે, જે ખાસ કરીને પુસ્તકો અને અભ્યાસ સામગ્રી મોકલવા માટે સુવિધાવાળી છે. આ નવી ટપાલ સેવા દ્વારા ટ્રેસ અને ટ્રેક કરવાની સુવિધા પ્રદાન કરવામાં આવી છે, જેમાં ટપાલના સ્ટેટસ વિશે જાણકારી મેળવી શકાય છે. સાથે જ, મોકલેલ ટપાલ માટે રસીદ પણ પ્રદાન કરવામાં આવશે, જે પોસ્ટિંગની પુષ્ટિ તરીકે કામ આવે છે.

📝 પ્રોડક્ટના વર્ણન:

  • મહત્તમ વજન: ૫ કિલો
  • સુવિધા: ટપાલના દરેક પેકેટને ટ્રેક અને ટ્રેસ કરી શકાય છે
  • રિટેલ બુકિંગ: તમામ પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપર ઉપલબ્ધ

💰 ભાવ પત્રક:

  • 300 ગ્રામ સુધી: ₹20
  • 301 થી 500 ગ્રામ: ₹25
  • 501 થી 1000 ગ્રામ: ₹35
  • 1001 થી 2000 ગ્રામ: ₹50
  • 2001 થી 3000 ગ્રામ: ₹65
  • 3000 થી 4000 ગ્રામ: ₹80
  • 4001 થી 5000 ગ્રામ: ₹100

આ સેવા ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશિષ્ટ અભ્યાસ અને શિક્ષણ સંદર્ભમાં તૈયાર કરેલ સામગ્રી માટે વધુ સગવડ અને સુવિધા પ્રદાન કરશે.

અહેવાલ: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ, જૂનાગઢ