ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા અને છેલ્લા બે માસથી પાસા વોરંટ હેઠળ ફરાર રહેલા ઇસમને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
🔹 પાસા વોરંટની કાર્યવાહી
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર (ભાવનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાને ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
આ સુચના અનુસાર, લોકલ ક્રાઇમ બ્રાન્ચે પહેલેથી જ ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની પ્રવૃતિઓમાં સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી. દરખાસ્ત માન્ય થતાં પાસા વોરંટ બહાર પડાયો હતો.
🔹 ફરાર ઇસમની ધરપકડ
પાસા વોરંટ બાદથી બે માસથી ફરાર રહેલો ઈસમ આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પ્રયાસો બાદ ઝડપાયો હતો. ધરપકડ બાદ તેને લાજપોર જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
🔹 ઝડપાયેલ ઇસમની વિગતો
નામ: રાજીવ રાજ ઉર્ફે ભોલુ બખાડી હિતેષભાઇ દાણીધારીયા
રહેઠાણ: બ્લોક નંબર-૬૨, વિશ્વાસનગર, મહુવા, જી.ભાવનગર
🔹 કાર્યમાં જોડાયેલ સ્ટાફ
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર. વાળા સાથે સ્ટાફના હરગોવિંદભાઇ બારૈયા, રવિરાજસિંહ ગોહિલ, ભરતસિંહ ડોડિયા, તરૂણભાઇ નાંદવા તથા પ્રવિણભાઇ ગળચરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
📍 અહેવાલ : સતાર મેતર, ભાવનગર