ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૧૪ કિ.રૂ.૪૧,૪૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, પ્રદિપભાઇ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ રહે.આનંદનગર રોડ,આડોડિયાવાસ, ભાવનગરવાળા તેના રહેણાંક મકાને ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર શહેર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપી :- પ્રદિપભાઇ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ રહે.આનંદનગર રોડ,આડોડિયાવાસ,ભાવનગર (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ઓફિસર્સ ચોઇસ કલાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક ૧૮૦ MLની બોટલ નંગ-૪૧૪ કિ.રૂ.૪૧,૪૦૦/-નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી

અહેવાલ :- ગુજરાત બ્યુરો