ભારતીય બનાવટનાં પરપ્રાંત બિયર ટીન નંગ-૪૧૪ કિ.રૂ.૪૧,૪૦૦/-સહિત કુલ રૂ.૫,૪૧,૪૦૦/-નાં મુ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર

તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. અશોકભાઇ ડાભી તથા પો.કો. મહેન્દ્દસિંહ સરવૈયાને બાતમી મળેલ કે, ગોવીંદભાઇ રામજીભાઇ મકવાણા તથા ચેતન ઉર્ફે કપીલ હિંમતભાઇ સોલંકી રહે.બંને ગોરખી તા.તળાજાવાળા ગોવીંદભાઇની હ્યુંડાઇ વેન્યુ કાર રજી.નં.GJ-04-DN-5874માં બીયર ભરીને નેસવડથી દિહોર તરફ આવે છે

જે બાતમી આધારે દિહોર ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં રહેતાં નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં બિયરના જથ્થો ભરેલ કાર સાથે ગોવીંદભાઇ રામજીભાઇ મકવાણા, ચેતન ઉર્ફે કપીલ હિમતભાઇ સોલંકી, ટીકાભાઇ ભીમાભાઇ ડોડી મળી આવેલ. તેઓ વિરૂધ્ધ ભાવનગર,તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અહેવાલ:- ગુજરાત બ્યુરો