ભારતીય બનાવટનાં પરપ્રાંત બિયર ટીન નંગ-૩૬૦ કિ.રૂ.૩૬,૦૦૦/- સહિત કુલ રૂ.૧,૩૬,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર

ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા રહે. મેલડીમાંની ધાર, ખેડુતવાસ, ભાવનગરવાળો પોતાના કબ્જા-ભોગવટાની સફેદ કલરની સ્વીફટ કાર રજી. નંબર-GJ-13-N-4573માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર, બોરડી ગેટ, ગાંધી કોલોનીમાં જાહેર રોડ ઉપર ઉભેલ છે.જે બાતમી આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનાં કંપની સીલપેક બિયર ટીન ભરેલ પેટીઓ મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર શહેર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અહેવાલ :- સતાર મેતર (સિહોર)