ભાવનગર, 30 માર્ચ 2025 – ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પરપ્રાંત ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ કુલ 3,60,688/- રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા છે.
ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારના ગુનાઓને નષ્ટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલએ લોડા આપ્યા હતા. આને અનુકૂળ, LCB પતોલીંગ દરમિયાન હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરીયા અને કૃણાલ રમેશભાઈ ડાભી ની બાતમી પર તેમની ધરપકડ માટે રેઇડ કરવામાં આવ્યો.
આ બનાવના આગળની કાર્યવાહી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહી છે, જેમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપીઓ:
- હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરીયા (22)
- કૃણાલ રમેશભાઈ ડાભી (22)
- વિક્રમભાઈ દિલીપભાઈ મકવાણા (પકડવામાં આવશે)
- પ્રતિકભાઈ નલીનભાઈ પટેલ (પકડવામાં આવશે)
- ગોપાલ સુખાભાઈ બારૈયા (પકડવામાં આવશે)
કબ્જે કરેલ મુદ્દામાલ:
- 576 બોટલ્સ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ – રૂ. 50,688
- મારૂતિ સુઝુકી બલેનો કાર – રૂ. 3,00,000
- ઓપો ફોન (સિલ્વર કલર) – રૂ. 10,000
કુલ મુદ્દામાલ: રૂ. 3,60,688
અહેવાલ: સતાર મેતર, ભાવનગર