ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા: ₹8.57 લાખનો મુદ્દામાલ કબજે

ભાવનગર,
ભાવનગર શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી કુલ ₹8,57,568/-ના મુદ્દામાલ સાથે એક મારૂતિ ઇકો કાર પણ કબ્જે કરવામાં આવી છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના દિશાનિર્દેશ હેઠળ, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી.

પ્રકરણનો ખુલાસો:

LCBની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન સ્પષ્ટ બાતમીના આધારે જુની માણેકવાડી, દેરાસર પાસેથી પસાર થતી એક ઈકો કાર (રજી. નં. GJ-04-EE-3128)ને રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી હાલ પણ ફરાર છે.

ધરપકડ થયેલા આરોપીઓ:
  1. હરદેવ નરેશભાઈ ગોહિલ (ઉ.વ. 25), વતન વડવા
  2. કિશન ભુપતભાઈ સોલંકી (ઉ.વ. 27), વતન કરચલિયા પરા
    ફરાર: કલ્પેશ નાથાભાઈ કોતર, વતન સીદસર
મદદરૂપ થયેલ મુદ્દામાલ:
  1. રોયલ ચેલેન્જ વ્હીસ્કી – 960 બોટલ (મૂલ્ય ₹2,99,520)
  2. ઓલ સીઝન્સ રેર રીઝર્વ વ્હીસ્કી – 768 બોટલ (મૂલ્ય ₹2,58,048)
  3. મારૂતિ ઇકો કાર – (મૂલ્ય ₹3,00,000)
    કુલ કુલ કિંમત: ₹8,57,568/-
કાર્યવાહીમાં સામેલ પોલીસ ટીમ:

પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઈ ગોહિલ, સાગરભાઈ જોગદિયા, વિઠ્ઠલભાઈ બારૈયા અને સંજયભાઈ ચુડાસમાએ સફળ કામગીરી બજાવી હતી.

આ બાબતે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર