ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ અને બિયર સાથે બે શખ્સ ઝડપાયા, કુલ રૂ. ૭.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર:
લોકલ ક્રાઈમ બ્રાંચ ભાવનગર દ્વારા આજે વધુ એક મોટી કામગીરીમાં ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લેવાયા છે. બરવાળા તરફથી વલ્લભીપુર તરફ આવી રહેલી એક સફેદ અર્ટીગા કારમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ તથા બીયરના ટીન ભરેલા મળ્યા હતા. કુલ રૂપિયા ૭,૯૩,૪૮૦/- ના મુદ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

ઝબ્બે ચડેલા આરોપીઓ:

  1. સાહીલશા એમદશા ફકીર (ઉ.વ. 26) – નવાવાંસ(પાંડવા), જી. બનાસકાંઠા
  2. સુમિતભાઇ ઉર્ફે મેહુલ જયંતીભાઇ મકવાણા (ઉ.વ. 32) – હાલ રહે. કલોલ, જી. ગાંધીનગર
  3. યોગેશ ચેલારામ સિંધિ (હજુ પકડવાનો બાકી)

કબજામા લેવાયેલ મુદ્દામાલ:

  • દારૂનાં જથ્થા:
    • ગ્રીન લેબલ વ્હિસ્કી 120 બોટલ (રૂ. 1,32,000)
    • ઓફિસર ચોઇસ વ્હિસ્કી 192 બોટલ (રૂ. 46,080)
    • વ્હાઇટ લેસ વોડકા 672 બોટલ (રૂ. 67,200)
    • કિંગફિશર બિયર 240 ટીન (રૂ. 43,200)
  • અન્ય સામગ્રી:
    • મારૂતિ અર્ટીગા કાર (રૂ. 5,00,000)
    • મોબાઈલ ફોન (રૂ. 5,000)

કુલ મુદામાલ રૂ. ૭,૯૩,૪૮૦/-

કામગિરી પાછળનું સુત્રધાર દળ:

આ સફળ ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને એસપી ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. પોલીસે વલ્લભીપુર વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કારને રોકી તલાશી લીધી હતી.

આ ઓપરેશનમાં LCBના PI એ.આર. વાળા, PI પી.બી. જેબલિયા તથા સ્ટાફમાંથી અરવિંદભાઈ મકવાણા, અજીતસિંહ મોરી, હીરેનભાઈ સોલંકી, અર્જુનસિંહ ગોહિલ સહિતના કર્મચારીઓએ મહત્વનો ફાળો આપ્યો હતો.

હવે આરોપીઓ વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. ત્રીજા આરોપી યોગેશ ચેલારામની શોધખોળ સતત ચાલી રહી છે.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર