ભાવનગર, તા. ૫ — ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા શહેરમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા તથા ટીમ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી કે વિરેનભાઈ હકાભાઈ વાઘેલા (રહે. વડવા, તલાવડી, ભાવનગર) વડવા ચોરા નજીક, કામનાથ મહાદેવવાળી શેરીમાં ભરત દુગ્ધાલય ઉપરના માળે રહેણાંક મકાનમાં ચંદીગઢ સ્ટેટ માટે નિર્મિત ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે.
પોલીસે સ્થળ પર રેઇડ કરતા મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી, જેમાં —
રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કી ૭૫૦ મિ.લી. બોટલ ૩૫ નંગ — કીં.રૂ. ૪૫,૫૦૦/-
ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હિસ્કી ૧૮૦ મિ.લી. બોટલ ૪૮ નંગ — કીં.રૂ. ૧૬,૮૦૦/-
ઓફિસર્સ ચોઇસ ડીલક્સ વ્હિસ્કી ૧૮૦ મિ.લી. બોટલ ૫૫૩ નંગ — કીં.રૂ. ૧,૫૨,૦૭૫/-
ઓપો A59 મોબાઇલ ફોન — કીં.રૂ. ૧૦,૦૦૦/-
કુલ ૬૩૬ બોટલ તથા અન્ય સામાન મળી કુલ મુદ્દામાલ કીં.રૂ. ૨,૨૪,૩૭૫/- કબ્જે કરવામાં આવ્યો.
આરોપીઓ:
૧. વિરેનભાઈ હકાભાઈ વાઘેલા, ઉંમર ૨૨, રહે. વડવા, તલાવડી, ભાવનગર — (પકડાયો)
૨. વસીમભાઈ ગોરી — (પકડવાનો બાકી)
૩. મેહુલભાઈ બારૈયા — (પકડવાનો બાકી)
આરોપીઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
એ.આર. વાળા (પોલીસ ઇન્સ્પેક્ટર)ના માર્ગદર્શન હેઠળ વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઈ સાંગા, માનદિપસિંહ ગોહિલ, ઉમેશભાઈ હુંબલ.