ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ ને પકડી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોર્ડ..

ભાવનગરઃ

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૩૫,૨૫૦/- સહિત કુલ રૂ.૪૧,૭૫૦/-ના મુદ્દામાલ સાથે કુલ-.૦૩ ઇસમોને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ,ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં ઇન્ચાર્જ અધિકારી પોલીસ ઇન્સ. કે.એસ. પટેલ તથા કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે તેમજ દારૂ-જુગાર પકડી પાડવા અંગે સખત સુચના આપવામાં આવેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. ભાવનગર, એસ.ટી બસ સ્ટેશન બહાર જાહેર રોડ ઉપર આવતાં નીચે મુજબનાં માણસો શંકાસ્પદ હાલતમાં મોટી બેગ-૦૨ તથા થેલા સાથે જોવામાં આવેલ. જે ત્રણેય પાસે રહેલ બેગ તથા થેલામાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતાં કબ્જે કરી તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-

1. મનુ તખતમલ પંજાબી ઉ.વ.૬૪ ધંધો-મજુરી રહે. રૂમ નં ૦૨, બેરેક નં.૨૨૩, પંજામલ પાપડવાળાની સામેની ચાલમાં, ભારત ચોક,ઉલ્લાસનગર-૦૧,મુંબઇ
2. રાજેશભાઇ હરગુનદાસ કટારા ઉ.વ.૪૮ ધંધો-મજુરી રહે.રૂમ નં.૦૪, બેરેક નં.૫૧૦, નહેરૂ ચોક, ઉલ્લાસનગર ૦૨, મુંબઇ
3. રમેશભાઇ મોહનદાસ છતલાણી ઉ.વ.૪૩ ધંધો-મજુરી રહે. રૂમ નં ૩૦૨,બેરેક નં ૬૬, મહાદેવ મેંન્શન, ચરણદાસ ચોકની બાજુમા,ઉલ્લાસનગર ૦૧, મુંબઇ

જથ્થો મોકલનાર ઇસમોઃ-

1. મનીષ ઉર્ફે કલુ રમેશભાઇ ધામેચા રહે.હાલ-મુંબઇ મુળ-રસાલા કેમ્પ,ભાવનગર (પકડવાના બાકી)
2. ભાવના ઉર્ફે વર્ષા તારાચંદ કુકડેજા રહે.ઉલ્લાસનગર ૦૨, મુંબઇ (પકડવાના બાકી)

 

જથ્થો મંગાવનાર ઇસમોઃ-

1. જયેશ ચેલારામ આહુજા રહે.રસાલા કેમ્પ,ડી.એસ.પી.ઓફિસ સામે ભાવનગર (પકડવાના બાકી)
2. પ્રદિપ લખુમલ વાધવા રહે.રસાલા કેમ્પ,ડી.એસ.પી.ઓફિસ સામે,ભાવનગર (પકડવાના બાકી)

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ તથા પોલીસ કર્મચારી અરવિંદભાઇ મકવાણા, ભૈરવદાન ગઢવી, ભહિપાલસિંહ ચુડાસમા, ઇમ્તિયાઝખાન પઠાણ, ચંદ્દસિંહ વાળા.

 

અહેવાલ- સતાર મેતર સાથે સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)