ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂ ની 462 બોટલો સહિત એક ઇસમ ને પકડી પાડતી ભાવનગર પોલીસ…

ભાવનગરમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની નાની-મોટી બોટલો નંગ-૪૬૨ કિ.રૂ.૧,૮૬,૩૭૦/-સહિત કુલ કિ.રૂ.૩,૩૯,૩૭૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ.

 

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સ્ટાફનાં માણસો ઉપરોકત સુચના અન્વયે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, “ રામલાલ રહે.રાજસ્થાનવાળો પોતાની કબ્જાની સફેદ કલરની ટાટા ઇન્ડીકા ફોર વ્હીલ કાર રજી. નં.GJ-27-C-3583માં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ અર્થે ભાવનગર તરફ લઇને આવે છે.” જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્ષ હોટલ સામે રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબના માણસ કારમાં ભરેલ ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર,વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપી :- રામલાલ મુકનારામ લોહાર ઉ.વ.૩૯ ધંધો-ડ્રાયવીંગ રહે.અલીબાવ તા.ચીતલવાણા, જી.સાંચોર,રાજસ્થાન

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ગ્રીન લેબલ એકસપોર્ટ સ્પે.વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૧,૧૦,૪૦૦/-
2. ગ્રીન લેબલ એકસપોર્ટ સ્પે.વ્હીસ્કી ૩૭૫ ML બોટલ નંગ-૧૧૬ કિ.રૂ.૨૬,૬૮૦/-
3. 8 PM સ્પે. રેર વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૪૯,૨૯૦/-
4. સફેદ કલરની ટાટા કંપનીની ઇન્ડીકા વિસ્ટા કાર રજી.નં.GJ-27-C-3583 કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
5. મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ રૂ.૩,૩૯,૩૭૦/- નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી

 

અહેવાલ :- સતાર મેતર સાથે સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)