જુનાગઢ,
ભારતીય રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને વિકલાંગ મુસાફરો માટે મુસાફરીને વધુ અનુકૂળ બનાવવા માટે લોઅર બર્થ ફાળવણી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વરિષ્ઠ નાગરિકો, સગર્ભા સ્ત્રીઓ અને વિકલાંગ મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.
લોઅર બર્થ ફાળવણી માટેની વિશેષ જોગવાઈઓ:
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લોકસભામાં આપવામાં આવેલા જવાબ અનુસાર, મુસાફરો માટે લોઅર બર્થની ફાળવણીની નીતિ નીચે મુજબ છે:
👉 વરિષ્ઠ નાગરિકો (પુરુષો માટે 60 વર્ષથી વધુ અને મહિલાઓ માટે 58 વર્ષથી વધુ)
👉 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ
👉 સગર્ભા સ્ત્રીઓ
👉 વિકલાંગ મુસાફરો
બુકિંગ વખતે લોઅર બર્થ ફાળવણીની સુવિધા:
✔️ જો બુકિંગ વખતે કોઈ ખાસ પસંદગી કરવામાં ન આવે તો પણ ઉપલબ્ધતાના આધારે લોઅર બર્થ આપમેળે ફાળવવામાં આવશે.
✔️ લોઅર બર્થ ફાળવણીની વ્યવસ્થા કોચના પ્રકાર પ્રમાણે નીચે મુજબ છે:
કોચનો પ્રકાર | લોઅર બર્થ ક્વોટા (પ્રતિ કોચ) |
---|---|
સ્લીપર ક્લાસ (SL) | 6 થી 7 લોઅર બર્થ |
3AC (એસી 3-ટાયર) | 4 થી 5 લોઅર બર્થ |
2AC (એસી 2-ટાયર) | 3 થી 4 લોઅર બર્થ |
વિકલાંગ મુસાફરો માટે વિશેષ આરક્ષણ ક્વોટા:
👉 સ્લીપર ક્લાસ – 4 બર્થ (2 લોઅર બર્થ સહિત)
👉 3AC/3E (એસી 3-ટાયર/એકનોમી ક્લાસ) – 4 બર્થ (2 લોઅર બર્થ સહિત)
👉 રિઝર્વ્ડ સેકન્ડ સીટિંગ (2S) અથવા એસી ચેર કાર (CC) – 4 સીટ
મુસાફરી દરમિયાન લોઅર બર્થ માટે પ્રાધાન્ય:
🚉 મુસાફરી દરમિયાન જો લોઅર બર્થ ખાલી હોય અને પ્રારંભિક તબક્કે મધ્યમ અથવા ઉપરની બર્થ ફાળવવામાં આવી હોય તો, વરિષ્ઠ નાગરિકો, સગર્ભા સ્ત્રીઓ અને વિકલાંગ મુસાફરોને લોઅર બર્થ માટે પ્રાધાન્ય આપવામાં આવશે.
રેલવે મંત્રાલયનું નિવેદન:
કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું કે, “ભારતીય રેલવે મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીની સુવિધા આપવા માટે દ્રઢ પ્રતિબદ્ધ છે. વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિકલાંગ મુસાફરો માટે મુસાફરીને અનુકૂળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.“
મુસાફરો માટે પ્રોત્સાહન:
ભારતીય રેલવે દ્વારા અપાયેલી આ નવી જોગવાઈઓથી વરિષ્ઠ નાગરિકો, સગર્ભા સ્ત્રીઓ અને વિકલાંગ મુસાફરોને મુસાફરી દરમિયાન વિશેષ આરામ અને સુરક્ષા મળશે. મુસાફરોને આ સુવિધાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
(અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ)