ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશદાઝ જીવંત:સુરતના સિંધી સમાજ દ્વારા પીએમ રાહતફંડ માટે અનોખી પહેલ

સુરત, તા. ૧૦:
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનું માહોલ જોવાઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વસતા સિંધી સમાજના લોકો દેશ માટે તન-મન-ધનથી સહાયરૂપ બનવા આગળ આવ્યા છે. સિંધી સમાજ દ્વારા વડાપ્રધાન રાહતફંડમાં ફાળો આપવા ફંડ એકત્રિત કરવાની અનોખી પહેલ હાથ ધરાઈ છે.

રામનગરમાં રેલી કાઢી, વેપારીઓ પાસેથી સહાય એકત્ર

શહેરના રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સિંધી સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓએ રેલીનું આયોજન કર્યું. રેલી દરમિયાન શહેરના જુદા-જુદા વેપારીઓના સંપર્કમાં જઈને યથાશક્તિ મુજબ રાહતફંડ માટે સહાય એકત્ર કરવામાં આવી રહી છે.

રાજકીય નેતૃત્વનો સહકાર: ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિ

આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં શહેરના પ્રભુત્વ ધરાવતા વેપારીઓ અને સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં સૈનિકોને માત્ર મોરચે નહીં પણ નાગરિકો પણ પૃષ્ઠભૂમિથી ટેકો આપે, તે સમયની માંગ છે.

‘દેશ માટે’ એક્તા અને ઉમંગ

સિંધી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, “દેશની રક્ષા કરતી સૈનિકો માટે આર્થિક સહાય પણ એક મોટી દેશસેવા છે. આજે सुरતના યુવાનો અને વેપારીઓ સ્વેચ્છાએ પીએમ રાહતફંડમાં ફાળો આપી રહ્યા છે, જે જનતાની જાગૃતિ અને દેશદાઝનું જીતુંજાગતું ઉદાહરણ છે.